બીજીવાર આવું ન બને એટલે સુપ્રીમ કોર્ટમાં PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કરવામાં આવી અરજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પંજાબની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સુરક્ષા વ્યવસ્થાના ઉચ્ચતમ ધોરણો ફરજિયાત હતા. પ્રોટોકોલ મુજબ પીએમના કાફલામાં મુખ્ય સચિવ અથવા ડીજીપીની કાર સામેલ થવી ફરજિયાત છે. જોકે, સીએસ કે ડીજીપી કે તેમના પ્રતિનિધિઓ પીએમના કાફલામાં જોડાયા નહોતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં આ વાત કહેવામાં આવી છે.

એક અહેવાલ મુજબ, loyars voice દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં ખામી સ્પષ્ટપણે ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી. સાથે જ તે રાષ્ટ્રીય સુરક્ષા અને પંજાબની વર્તમાન સરકારની ભૂમિકા પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.

મનિન્દર સિંહે દાખલ કરી છે PIL: વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે વડા પ્રધાન ફિરોઝપુરમાં એક સભાને સંબોધિત કરવાના હતા, પરંતુ તેમની સુરક્ષા માં અડચણો ચ્ચી હતી. “પંજાબની પરિસ્થિતિને જોતાં, ક્ષતિની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય,” તેમણે કહ્યું.

સુપ્રીમ કોર્ટ ની દેખરેખ હેઠળ તપાસ ની માંગ: CJIની આગેવાની હેઠળની બેન્ચે મનિન્દર સિંહને પૂછ્યું કે તમે કોર્ટ પાસેથી શું અપેક્ષા રાખો છો અને શું સુરક્ષામાં કથિત ખામી ભટિંડા કે ફિરોઝપુરમાં થઈ છે? જવાબમાં સિંહે કહ્યું કે પંજાબ સરકારના કારણે વડાપ્રધાન નો કાફલો રસ્તા પર ટ્રાફિક માં ફસાયો હતો છે. પંજાબ સરકારની આ ગંભીર ભૂલ હતી. રાજ્યની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

Scroll to Top