ભારત સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બ્લોક કરી 8 યુટ્યુબ ચેનલો, 85 લાખથી વધુ હતા સબ્સ્ક્રાઇબર્સ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આઈટી નિયમો, 2021 હેઠળ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને અવરોધિત કરી છે. અવરોધિત ચેનલોમાં 7 ભારતીય અને 1 પાકિસ્તાની યુટ્યુબ ચેનલનો સમાવેશ થાય છે.

1. લોકતંત્ર ટીવી: તેના 12.90 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 23,72,27,221 વ્યૂ છે.

2. U&V TV: તેના 10.20 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 14,40,03,291 વ્યૂ છે.

3. એએમ રઝવી: તેના 95,900 સબ્સ્ક્રાઇબર્સ અને 1,22,78,194 વ્યૂ છે.

4. ગૌરવશાલી પવન મિથિલાંચલ: તેના 7 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 15,99,32,594 વ્યૂ છે.

5. SeeTop5TH: તેના 33.50 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 24,83,64,997 વ્યૂ છે.

6. સરકારી અપડેટ: તેના 80,900 સબ્સ્ક્રાઇબર્સ અને 70,41,723 વ્યૂ છે.

7. સબ કુછ ઠેકો: તેના 19.40 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 32,86,03,227 વ્યૂ છે.

8. સમાચાર કી દુનિયા (પાકિસ્તાની): તેના 97,000 સબ્સ્ક્રાઇબર્સ અને 61,69,439 વ્યુઝ છે.નોંધનીય છે કે બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોને 114 કરોડથી વધુ વ્યુ છે અને તેના કુલ 85 લાખ 73 હજાર સબસ્ક્રાઈબર્સ છે. રિપોર્ટ અનુસાર, આ બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોથી નકલી ભારત વિરોધી સામગ્રીનું મુદ્રીકરણ કરવામાં આવી રહ્યું હતું. નીચે અવરોધિત યુટ્યુબ ચેનલોની સૂચિ જુઓ…

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો