12 દિવસથી કેમ ગોળ-ગોળ ફરી રહ્યું છે ઘેટાનું ઝુંડ?, ચીનથી સામે આવી ચોંકાવનારી ઘટના -Video

SHEEP VIRAL VIDEO

ચીનમાં ઘેટાંનાં ટોળાંનોવિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચીનના આંતરિક મોંગોલ પ્રદેશના એક વિડિયોમાં, ડઝનેક ઘેટાં લગભગ 12 દિવસથી વિરામ વિના એક વર્તુળમાં ચાલે છે. ત્યાનાં ખેડૂતે અહેવાલ આપ્યો કે સૌપ્રથમ માત્ર થોડા ઘેટા હતા પરંતુ ઝડપથી ઘણા ઘેટાં તેમાં જોડાઈ ગયા હતા. સર્વેલન્સ ફૂટેજમાં ટોળું એક વર્તુળમાં ઘડિયાળની દિશામાં સતત ચાલતું બતાવે છે. કેટલાંક ઘેટાં મધ્યમાં ગતિહીન ઊભેલાં જોઈ શકાય છે, જ્યારે કેટલાંક બહાર ઊભા રહીને ચક્કર મારતાં ઘેટાંને જોઈ રહ્યાં છે. આ અજીબોગરીબ ઘટનાએ લોકોના મનમાં સવાલો ઉભા કર્યા છે.

રાજ્ય સંચાલિત ચાઇનીઝ આઉટલેટ પીપલ્સ ડેઇલીએ ટોળાનો એક વિડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે ઘેટાં સ્વસ્થ છે પરંતુ વિચિત્ર વર્તનનું કારણ હજુ પણ એક રહસ્ય છે. ખેતરના માલિક કુ. મિયાઓએ દાવો કર્યો હતો કે ઘેટાઓ લગભગ એક પખવાડિયાથી એક જ વર્તુળમાં ફરે છે. આ ભયાનક ઘટના 4 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી, ખેતરમાં કુલ 24 ઘેટાંનાં જૂથ છે, પરંતુ જૂથ નંબર 13નાં પ્રાણીઓમાં જ વિચિત્ર “પ્રદર્શન” જોવા મળ્યું છે.

https://twitter.com/NewsJunkieBreak/status/1593433423070257153?t=LAMuuuOkZCQwQ0DdiWXisg&s=19

ખેતરના પ્રાણીઓમાં આ વર્તનનું કારણ લિસ્ટેરિઓસિસ નામના બેક્ટેરિયલ રોગ છે, જે પ્રાણીઓને બગડેલો ચારો આપવામાં આવે છે. તેમાં ઘણીવાર આવું વર્તન જોવા મળે છે. જે મગજની એક બાજુએ દિશાહિનતા અને બળતરાનું કારણ બને છે, ઘણા કિસ્સાઓમાં, લિસ્ટેરિયોસિસને કારણે લકવો પણ થાય છે. ઘેટાં, બકરાં અને અમુક અન્ય પ્રાણીઓમાં લક્ષણો દેખાયા પછી 24-48 કલાકમાં પ્રાણીનું મૃત્યુ થાય છે

Scroll to Top