અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પતિ પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ 2013 માં જે યુવક સાથે લગ્ન કરી બે સંતાન ને જન્મ આપ્યો તે જ પત્નીને પતિએ દગો આપ્યો છે. પત્ની હોવા છતા તેની જાણ બહાર લગ્નના આઠ વર્ષ બાદ આ પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા અને તેની બીજી પત્ની સાથે તે રહેવા લાગ્યો હતો. યુવતી પાસે મેરેજનું સર્ટિફિકેટ આવતા જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના મેઘાણી નગરમાં રહેનારી 26 વર્ષીય યુવતી મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે. આ યુવતીના લગ્ન વર્ષ 2013 માં થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરે રહેવા ચાલી ગઈ હતી અને પતિ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી અને સાસુ સાથે જીવન પસાર કરી હતી.
લગ્ન જીવનમાં આ યુવતીએ એક દીકરી અને એક દીકરાને પણ જન્મ આપ્યો હતો. ગત જુલાઈ માસમાં આ યુવતીનો પતિ મજૂરી કામે જવું છું તેમ કહી ઘરેથી ચાલી નીકળ્યો હતો. બાદમાં તેનો પતિ ઘરે આવતો નહિ અને અન્ય કોઈ જગ્યાએ રહેતો હતો જેની જાણકારી આ યુવતીને નહોતી.
જ્યારે યુવતી દ્વારા અવાર નવાર તેના પતિના બંને ફોન નમ્બર પર ફોન કરવામાં આવેઓ તો તેનો પતિ ફોન ઉપાડતો નહોતો અને પત્નીનો નમ્બર બ્લેક લિસ્ટમાં પણ નાખી દીધો હતો. ત્યાર બાદ આ યુવતીએ તપાસ કરી તો તેને જાણકારી મળી કે, પૂજા નામની કોઈ સ્ત્રી સાથે તેની જાણ બહાર પતિ દ્વારા વર્ષ 2021 માં લગ્ન કરી લેવામાં આવ્યા છે અને તેની સાથે તે રહેવા પણ લાગ્યો છે.
જયારે થોડા દિવસોમાં આ યુવતીના પતિએ કરેલા બીજા લગ્નનું સર્ટિફિકેટ તેના હાથ લાગતા તેણે તેના સગા સબંધીઓને આ અંગે જાણ કરી દીધી હતી. જેના કારણે યુવતીએ પોતાની જાણ બહાર તેના પતિએ બીજા લગ્ન કરી તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો હોવાની રજુઆત પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આ બાબતમાં યુવતીના પતિ સામે આઈપીસી 494 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.