અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારથી પરિણીત પ્રેમિકાના પતિએ માર મારી ધમકી આપતા પ્રેમી પોલીસના શરણે આવી પહોંચ્યો છે.
ઘટના આ પ્રકાર બની છે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેનાર 20 વર્ષીય યુવાનને તેની નજીકમાં જ રહેનાર પરિણીતા સાથે પ્રેમ થયો હતો તો સામે પરિણીતા પણ તેના પ્રેમમાં ગળાડૂબ પ્રેમમાં હતી. આ અંગે પરિણીતાના પતિને જાણ થતા તેને યુવકને બોલાવી ફટકાર્યો હતો. ત્યાર બાદ પરિણીતાના પતિ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક સોલા હાઈકોર્ટ પોલીસમાં પ્રેમિકા અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવક દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ અનુસાર ચાંદલોડિયામાં રહેનાર 20 વર્ષીય યુવક એક લેબોરેટરીમાં નોકરી કરે છે. દોઢ વર્ષ અગાઉ ઘરની પાસે સોસાયટીમાં રહેનાર એક પરિણીતા સાથે તેની મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
આ દરમિયાન ઓગસ્ટ મહિનામાં પત્નીના પ્રેમી અંગે પતિને ખબર પડતા મામલો વધુ બગડ્યો હતો. ત્યારબાદ પતિ દ્વારા યુવકને ફોન કરીને બોલાવવામાં આવ્યા બાદ તેને માર માર્યો હતો. તેમ છતાં ત્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા અંતે સમાધાન થઈ ગયું હતું
જ્યારે ત્યાર બાદ સોમવારના રોજ પરિણીતાનો પતિ યુવકના ઘર પહોંચી ગયો અને તેને ધમકી આપવા લાગ્યો કે કાલે તેને કોઈ મારી નાખે તો તું મને કહેવા આવતો નહીં. આ સિવાય તેને એ પણ કહ્યું કે, કાલે તારો છેલ્લો દિવસ છે અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ચાલ્યો ગયો હતો. આ કારણોસર ભયભીત થયેલા યુવક સોલા હાઈકોર્ટમાં પરિણીત પ્રેમિકા અને તેના પતિ સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.