આપણા સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચાર એક ગંભીર હવે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. ત્યારે વધુંમાં ઉત્તરપ્રદેશના લખનઉમાં એક એવો બનાવ સામે આવ્યો છે. જે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. અહીયા એક પરિણીતા તેના સાસરિયાઓથી કંટાળી ગઈ હતી. કારણકે તે લોકો તેને પુષ્કળ ત્રાસ આપતા હતા.
જેના કારણે પરિણીતાએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. જોકે હ્રદયને કંપારી આપનારી વાતતો એ છે કે જે સમયે પરિણીતા આત્મહત્યા કરી રહી હતી. ત્યારે તેના સાસરીયાઓ ત્યાજ હાજર હતા. તે લોકોએ એક વાર પણ તેને ન રોકી પરંતું તેની આત્મહત્યાનો વીડિયો બનાવ્યો. આ શરમજનક ઘટનાને કરાણે લોકોમાં હવે રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે
વીડિયો વાયરલ કર્યો
પરિણીતા જ્યારે ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી રહી હતી. તે સમયે તેની સાસરીયાઓ જોઈ રહ્યા સાથેજ વીડિયો ઉતાર્યો. જોકે આપને જાણીને નવાઈ લાગશે કે તે વીડિયો તેમણે વાયરલ કર્યો અને સાથેજ તેમણે એવું કહ્યું કે આમા અમારો કોઈ વાંક નથી.
માનતા મરી પરવારી
વાયરલ વીડિયો સ્પષ્ટ પણે એવું જોઈ શકાય છે. કે પરિણીતા આત્મહત્યાની તૈયારી કરી રહી છે. તેના સાસરીપક્ષના લોકો ત્યાજ ઉભા છે. તે ગળે ફાંસો એવી રીતે બાંધે છે કે છૂટી ન જાય. બાદમાં તે લટકી પણ જાય છે. વીડિયોમાં પરિણીતાના સસરા એવું બોલતા નજરે પડી રહ્યા છે. કે તે જાતેજ આત્મહત્યા કરી રહી છે. જે સાંભળીને બધાજ હેરાન થઈ ગયા છે.
દહેજ માટે ત્રાસ
સમગ્ર મામલે મહિલાના પરિવારજનોએ એવા આક્ષેપ કર્યા છે કે તેઓ તેમની દિકરીને છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપી રહ્યા હતા. જેના કારણે તેણે મોતને વ્હાલું કરી લીધું. તેમણે કહ્યું કે તેમની દિકરીના લગ્ન તેમણે ધામધૂમથી 2019માં કરાવ્યા હતા. સાથેજ તેમણે દેહજમાં રોકડ રકમ અને વાહન પણ આપ્યું આપ્યું હતું. તેમ છતા પણ તેઓ તેને દહેજ માટે ત્રાસ આપી રહ્યા હતા.
અગાઉ ઢોરમાર માર્યો હતો
પરિણીતાના માતાપિતાએ એવા પણ આક્ષેપ કર્યા કે તેના સાસુ સસરા તેને અવાર નવાર ત્રાસ આપતા હતા. સાથેજ થોડા મહિનાઓ પહેલાતો તેમણે તેમની દિકીરીને ઢોરમારા મારીને બહાર કાઢી મુકી હતી. જોકે આ બનાવમાં ગામના લોકો મધ્યસ્થી બન્યા હતા જેથી તેમણે તેમની દિકરીને પરત ઘરે મોકલી હતી.
સાસુ સસરા જેલ ભેગા
ઉલ્લેખનિય છે કે હાલ સમગ્ર મામલે પરિણીતાના પરિવારજનોએ સાસરીપક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. સાથેજ તેમણે ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે. કે તેઓ દહેજ માટે અવારનવાર માંગણી કરતા હતા. દહેજ મહી મળે તો તેઓ બીજા લગ્ન માટેની ધમકી પણ આપતા હતા. પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરિણીતાના સાસુ સસરાને જેલ ભેગા કરી દીધા છે. જ્યારે તેનો પતિ અને દિયર ફરાર થઈ ગયો છે. જેથી પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.