અત્યારના સમયમાં બધા જ લોકોને ખબર તો હદે જ કે કોઈપણ ઘર મા સ્ત્રી ને ઘર ની લક્ષ્મી તરીકે પૂજવા મા આવે છે તથા સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે અને પરમ પૂજનીય લક્ષ્મી માતા તરીકે નુ સન્માન આપવા મા આવે છે પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિંદુ સમાજ અને હિન્દૂ ધર્મમાં મા અને સ્ત્રીને દેવીનુ બિરુદ આપવામાં આવ્યું છે. તેને આદ્યશક્તિ નુ સ્વરૂપ પણ ગણવામા આવે છે અને પ્રભુ એ પણ સૃષ્ટિ નુ એવુ સર્જન કર્યુ છે કે સ્ત્રી વિના આ સંસાર ની સંરચના અધૂરી રહે. જ્યારે પણ કોઈ ના ઘરે પુત્રી નો જન્મ થાય એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવામા આવતું હોય છે અથવા તો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે.
પણ જ્યારે આ દીકરી મોટી થઈ જાય છે અને આ ઉપરાંત જ્યારે પણ પુત્રી ને લગ્ન બાદ સાસરે વળાવવા મા આવે છે ત્યારે તેના પગલાઓ ને લક્ષ્મીજી નુ આગમન થયુ એવુ માનવા મા આવે છે અને તેના સાસરી વાળા તેનું કંકુના પગલાંથી સ્વાગત પણ કરે છે અને આપણા વેદોમા પણ આ વિશે ઉચ્ચારણ થયેલુ છે કે યત્ર નારયેસ્તુ પૂજયન્તે અને તત્ર રમન્તે દેવતા. અને એનો અર્થ એવો થાય છે કે જે ઘરમા નારીનુ પૂજન થાય છે અને જે ઘરમાં દીકરીને માંન આપવામાં આવે છે તે ઘર મા દેવતાઓ નો વાસ હોય છે એવું પણ કહેવામાં આવ્યું છે અને આ ઉપરાંત આ શાસ્ત્રો મા એવુ પણ લખ્યુ છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિ નુ નસીબ પણ બદલી શકે છે અને સ્ત્રી ધારે એ કામ કરી શકે છે અને ઘરમાં ખુશીઓ લાવી શકે છે.
જેમ કે કહેવામાં આવે છે કે વાલ્મિકી દ્વારા કથિત રામાયણ ના એક પ્રસંગ મુજબ માતા સીતા જ્યારે અશોક વાટીકા મા હતા ત્યારે ત્રીજટાએ માતા સિતા ને કઈક એવુ જણાવવામાં આવ્યું હતું કે તેમના પતિ શ્રી એટલે કે રામ એક દિવસ રાજા જરૂર બનશે અને એક દિવસ રામ આ ગાદી પર અવશ્ય બેસશે અને વિશેષ મા સીતાજી ને એ પણ જણાવે છે કે તમારા અંગલક્ષણો એ દર્શાવે છે કે તમારા પતિ શ્રી રામ રાજા બનવાના છે એ વાત આવશ્યક છે અને ખરેખર સાચી છે.
આ બનાવ દરમિયાન સ્ત્રીના અમુક અંગો નુ વર્ણન પણ કરવામા આવતું હોય છે. કારણ કે જે તેમના પતિ નુ આવનાર ભાવિ તથા સમૃધ્ધિ વિશે દર્શાવે છે અને તેને ચિંતા પણ થતી હોય છે તો ચાલો સ્ત્રીઓના એ અંગો તથા લક્ષણો વિશે માહિતી મેળવીએ કે જેમાં મોટું રહસ્ય છુપાયેલું છે તો સૌપ્રથમ અંગ લક્ષણ એ છે કે કોઈ પણ સ્ત્રીઓના પગના તળિયામા તમે જોયું નહિ હોય પણ ત્યાંજ એક એવું નિશાન છે અને જે કમળનુ નિશાન હોય છે અને તેમના પતિ રાજાઓની જેમ જીવન વ્યતીત કરી શકે છે એવું કહેવામાં આવ્યુ છે. આવી સ્ત્રીઓ ના પતિ ને કોઈ ઉચ્ચતર પદવી પ્રાપ્ત થઈ શકે છે તેવું પણ બની શકે છે પણ આ સ્ત્રીઓ પાસે નાણા અને સમૃધ્ધિ ની ઉણપો પણ રહેતી નથી તે પણ ચોક્ક્સની વાત છે.
આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે સ્ત્રીઓના વાળ કાળા અને પાતળા અને સુંદર હોય છે તે સ્ત્રીના પતિનુ નસીબ અત્યંત પ્રબળ હોય છે અને તેમના પતિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે એટલું જ નહીં પણ તેમના પતિ તેમની ભાગ્યમાં હંમેશા આ સ્ત્રીઓની સાથે રહે છે. ત્રીજુ કોઈ લક્ષણ હોય તો તે છે સ્ત્રી ની આઈબ્રો. અહીંયા પણ એવું જણાવવામાં આવે છે કે જે સ્ત્રી ની આઈબ્રો ધનુષ આકાર ની હોય તે સ્ત્રીઓ પોતાના પતિ ના દુર્ભાગ્ય ને સૌભાગ્ય મા બદલવા ની તાકાત રાખે છે અને તેઓ ખૂબ જ જ્ઞાની પણ હોય છે અને આવી સ્ત્રી ના પગલા જે કોઈ ના ઘર મા પડે છે તે ઘર મા ધન ની વર્ષા થવા માંડે છે અને તેમનું જીવન ધન્ય બની જાય છે.
અહીંયા બીજા લાક્ષણની વાત કરવામાં આવે તો એ છે કે જે સ્ત્રીઓ ના દાંત મોતી ની માફક સુંદરતા ધરાવતા હોય તેમના પતિ અત્યંત શક્તિશાળી હોય છે અને તેમનામાં ખૂબ જ બુદ્ધિ હોય છે તે તેમની પત્નિને ક્યારેય સતાવતા નથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ ઉપરાંત જે પણ સ્ત્રી ના નખ ગોળ અને લીસ્સા હોય છે. તેમના પતિ પણ ખૂબ જ દયાળુ હોય છે અને ઈજ્જત ધરાવતા હોય છે અને તેની સાથે સાથે શ્રીમંત અને ખુશહાલ પણ હોય છે.
આ સિવાય સામુદ્રિક શાસ્ત્ર મુજબ બીજા અંગની વાત કરવામાં આવે તો જે સ્ત્રી ના પગ ના તળિયા મા ત્રિકોણ નુ નિશાન બનેલુ હોય છે તેવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યસાળી અને બુધ્ધિશાળી માનવામાં આવે છે અને આવી સ્ત્રીઓ પોતાના કરિયરને સારી રીતે સાંભળી શકે છે અને તે સ્ત્રીઓ પોતાની સમજણ અને બુધ્ધિ દ્વારા પોતાના કુટુંબની દરેક સંભવિત મદદ કરે છે અને તેના કુટુંબ ને પણ સુખીથી રાખે છે અને બધાને ખુશી આપતી હોય છે જે તેના પરિવારને ખુશ જોવા માગતી હોય છે. આ ઉપરાંત જે સ્ત્રી ના માથા ના ભાગ પર તલ હોય તેના પતિ ને અત્યંત સૌભાગ્યશાળી માનવામા આવે છે અને તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરતો રહે છે.
હવે તમને એ પણ જણાવી દઇએ કે આવી સ્ત્રીઓને ક્યારેય પણ આર્થિક સમસ્યાથી ઝઝૂમવુ પડતુ નથી કારણ કે આ સિવાય પણ જે સ્ત્રીઓ ની નાભિ ઊંડી અને ગોળ હોય છે તેઓ પણ ખૂબ જ દયાળુ હોય છે અને પોતાના પર આત્મનિર્ભર હોય છે અને બીજી વાત એ પણ છે કે તેઓ શારીરિક રીતે અત્યંત સૌંદર્ય ધરાવતી સ્ત્રી હોય છે અને આ ઉપરાંત આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે અત્યંત સૌભાગ્યશાળી ગણાય છે અને પોતાના સાસરા પક્ષ મા વધુ ધનલાભ ના યોગ સર્જવાનુ કારણ બને છે અને આવી સ્ત્રીઓ પોતાના પરિવાર માટે રક્ષક બનીને રહેતી હોય છે.