ફક્ત 40 પૈસા પ્રતિ કિલોમીટર ચાલશે આ કાર, લોકોએ ફક્ત 4 દિવસમાં કરી નાખ્યું રૂ 7.5 કરોડનું બુકિંગ

પેટ્રોલ-ડિઝલ ના ભાવ આસમાને પહોંચતા લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધારે ને વધારે આકર્ષાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર નું વેચાણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ દરમિયાન મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપ કંપનીએ એક નવીન ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે જેને કંપની વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કહી રહી છે.

તમને ઇલેક્ટ્રિક કાર સ્ટોર્મ આર 3 જોઈને આશ્ચર્ય થશે, કારણ કે તેની આગળ બે વ્હીલ અને પાછળ એક વ્હીલ છે. આ થ્રી વ્હીલવાળી નાની કાર વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હોવાનું કહેવાય છે. Strom Motors નું કહેવું છે કે તેનું બુકિંગ આગામી કેટલાક અઠવાડિયા સુધી ખુલ્લું રહેશે. પ્રારંભિક ગ્રાહકોને રૂ. 50,000ના અપગ્રેડનો લાભ મળશે, જેમાં કસ્ટમાઇઝ્ડ કલર ઓપ્શન્સ, પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ્સ અને ત્રણ વર્ષ માટે મફત સર્વિસનો સમાવેશ થાય છે.

કંપનીનું કહેવું છે કે આ કાર ખાસ કરીને એવા લોકો સાથે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ શહેરની અંદર દરરોજ 10 થી 20 કિલોમીટરની અંદર મુસાફરી કરવા માંગે છે. આ કાર ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 40 પૈસા છે. આ કારને ત્રણ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે srtom R3 સિંગલ ચાર્જમાં લગભગ 200 કિમીની મુસાફરી કરી શકે છે. તેમાં 4જી કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જિન છે, જે ડ્રાઇવરને ટ્રેક લોકેશન અને ચાર્જની સ્થિતિ જણાવે છે. કંપનીએ ભારતમાં તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. srtom R3 નું પ્રી બુકિંગ મુંબઈ અને દિલ્હી-એનસીઆરમાં માત્ર 10,000 રૂપિયાની પ્રારંભિક રકમ ચૂકવીને કરી શકાય છે. પરંતુ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ બુકિંગ શરૂ થશે. તેની શરૂઆતની કિંમત 4.5 લાખ રૂપિયા છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ બે સીટર ઇલેક્ટ્રિક કારની ડિલિવરી આ વર્ષે બુકિંગ કરતી વખતે 2022થી શરૂ થશે. મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ અત્યાર સુધીમાં કારના 7.5 કરોડ રૂપિયાના લગભગ 165 યુનિટ બુક કરાવ્યા છે. આ આંકડો માત્ર ચાર દિવસનો છે.

Scroll to Top