ચોંકાવનારો સર્વે: પાણી નહીં તો મત નહિ, ભાજપ આ 7 લોકસભા પર પરેશાન

સૌરાષ્ટ્રમાં રૂ.18 કરોડની સૌની યોજના અને પિવાના પાણીની રૂ.30 હજાર કરોડની યોજના મળીને રૂ.50 હજાર કરોડનું ખર્ચ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ કર્યું હોવા છતાં 7 એપ્રિલ 2009 માં મોટા ભાગના વિસ્તારોમાં પુરતું પાણી મળતું નથી. તેથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે ખાલી થઈ ગયા હોય એવા 90 બંધમાં જઈને રાજકીય આત્મહત્યા કરવી પડે એવી હાલત છે.

સૌરાષ્ટ્રમાં 44 વિધાનસભા વિસ્તારમાં પાણી નથી. તેથી લોકો હવે ભાજપના પ્રતિનિઓને કહે છે કે, પાણી આપો તો મત આપીએ. આવા જવાબોથી રાજનેતાઓને ગરમી અને મતનો બેવડો પરસેવો પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રના લોકોએ સૌની યોજના અને પાઈપલાઈનના પાણીની યોજના એક ફરેબ લાગી રહી છે. તેથી ફરીથી લોકો બોર, કુવાના ગંદા અને અશુદ્ધ પાણી પર આવી જવું પડ્યું છે. સૌરાષ્ટ્રમાં પ્રજા પાણી માટે પોકાર કરી રહી છે. 8 જિલ્લાના 103 બંધ પૈકી 90 બંધ સાવ તળિયાઝાટક થઈ ગયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં 3 થી 10 દિવસે પાણી આપવામાં આવે છે. 350 થી વધુ ગામડાંઓમાં પાણીના ટેન્કર શરૂ કરવા પડ્યા છે. નર્મદા બંધમાં 50 ટકા પાણી છે જે સૌરાષ્ટ્ર માટે પિવા માટે રાખેલું હોવા છતાં પાણી આપવામાં આવતું નથી.

સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા રાજકોટનો આજી બંધ, જામનગરનો રણજીતસાગર બંધ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. 120 બંધ સૌની યોજનાથી પાણી ભરવાનું હતું પણ 12 વર્ષથી તેમાં કંઈ થયું નથી. યોજના સાવ નિષ્ફળ ગઈ છે. હવે ઉનાળાના 3 મહિના કાઢવા કપરા છે. 90 બંધ ભરવા માટે લોકોએ માંગણી કરી છે પણ વીજળીનું ખર્ચ એટલું બધું આવે છે કે તેનાથી સરકાર પર બોજ વધી રહ્યો છે.

સૌની યોજના પૂરી કરવામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સદંતર નિષ્ફળ ગયા છે. તેમણે બધાને પાણી આપી દીધું હોવાના વારંવાર જાહેરાત કરી છે. પણ 3 થી 10 દિવસે માંડ પિવા અને વાપરવાનું પાણી મળે છે. સૌરાષ્ટ્ર પર અતિ ગંભીર જળસંકટ લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે.

પ્રતિનિધિઓને પ્રજા પાણી માટે પૂછી રહી છે. ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ વિગતો આપીને કહે છે કે વાંધો નહીં આવે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ શહેરમાં રોજનું 20 મિનિટ પાણી માંડ મળે છે. રાજકોટના 17 ગામડાંમાં ટેન્કરથી પાણી આપવું પડી રહ્યું છે. પોરબંદર 3 દિવસે માત્ર 30 મિનિટ પાણી આપવામાં આવી રહ્યું છે. જે શહેર પાસે બે મોટા બંધ અને નર્મદાનું પાણી હોવા છતાં આવી સ્થિતી છે.

પોરબંદરની અનેક ગામોને ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. મોરબીમાં બે દિવસે અડધો કલાક પાણી મળે છે જે પુરું પડતું નથી. મારબી આસપાસના અનેક ગામોમાં તો સાવ પાણી આવામાં આવતું નથી. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં 3 દિવસે પાણી હાલમાં મળી રહે છે. જૂનાગઢ શહેરના ઘણાં વિસ્તારોમાં પાણીની તંગી છે. ચૂંટણી બહિષ્કાર કરવા અનેક સ્થળે લોકોએ બેનર લગાવી દીધા છે. પણ રૂપાણી સરકાર મત મેળવવા અને વિરોધ પક્ષને અપશબ્દો કહેવા સિવાય કંઈ કરતાં ન હોવાનું લોકોને લાગી રહ્યું છે.

તેઓ સૌરાષ્ટ્રના હોવા છતાં સૌરાષ્ટ્ર માટે કામ કરવાના બદલે રાજકારણમાં વધુ વ્યસ્ત રહે છે. વિજય રૂપાણી ગુજરાતના આજસુધીના સૌથી નબળા મુખ્ય પ્રધાન માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top