NewsSurat

પહેલા યુવક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બાદમાં વીડિયો ઉતારી તેની પાસેથી 1 કરોડ ઉપર પડાવી લીધા…

આ બનાવસ સામે આવ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાં જ્યા 20 વર્ષના યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. સાથેજ તેને બ્લેકમેલ કરીને તેની પાસેથી 1 કરોડ 26 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં જેના અને સમગ્ર મામલે કુલ 10 લોકોના નામ સામે આવ્યા છે. જે પૈકી અત્યાર સુધી પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ભોગ બનનાર યુવક કોલેજમાં અભ્યાસ કરે છે. અને તેના પિતા દૂધના ધંધા સાથે સંકળાયેલા છે. અગાઉ 6 માસ પહેલા યુવકના પિતાએ તબેલો વેચી દીધો હતો. જેથી તેમની પાસે દોઢ કરોડ જેટલી રકમ આ હતી.
આ વાતની જાણ મુખ્ય આરોપીને થતા તેણે એક યોજના બનાવી. જે યોજનામાં તેણે 10 લોકોની ટીમ બનાવી. તે યુવકને સેનેટાઈઝરનો ધંધો કરવાની લાલચ આપીને એક બંધ દુકાનમાં બોલાવ્યો હતો. યુવકને તે સમયે ગંધ પણ નહી કે આરોપીઓનો શઉં ઈરાદો છે. પરંતુ જેવો તે ત્યા પહોચ્યો કે એક આરોપીએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું.

તેજ સંમયે ત્યા દુકાનમાં હાજર અન્ય લોકોએ તેનો વીડિયો બનાવી લીધો .જે વીડિયો તેણમે વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં તે લોકો યુવકને બ્લેકમેલ કરવા લાગ્યા અને તેની પાસેથી ટુકડે ટુકડે કરીને 1 કરોડ 26 લાખ જેટલી રકમ પડાવી લીધી. પરંતુ બાદમાં તે યુવક રૂપિયા આપી શકે તેમ ન હતું, તેમ છતા આરોપીઓ તેની પાસેથી વધું 30 લાખ માગી રહ્યા હતા.

સમગ્ર મામલે યુવકના પિતાએ જ્યારે રૂપિયા ચેક કર્યા તો મોટા ભાગના રૂપિયા ગાયબ હતા. જેથી પિતાએ તેના પુત્રને આ મામલે જાણ કરી અને પુત્રએ તેના પિતાને સમગ્ર હકીકત કીધી હતી. જ્યારે તેના પિતાને ખબર પડી કે તેના પુત્ર સાથે શું થયું છે ત્યારે તેમના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી.

ઉલ્લેખનિય છે કે યુવકના પિતાને આ મામલે જાણ થયા બાદ તુરંત તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી અને તેમણે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમને હાલ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. પરંતુ સુરત શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ગુનાખોરીએ હવે શહેરીજનો માટે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker