ગરબા દરમિયાન પોલીસે વિધાર્થીઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહેતા, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ: 7 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

આજે નવરાત્રીનો સાતમો દિવસ થયો છે ત્યારે સોસાયટીઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. ખેલૈયાઓ અને આયોજકો આ તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારી (Corona Pandemic) વકરી રહી છે ત્યારે આ વર્ષ નવરાત્રીનું આયોજન કોરોના ગાઈડલાઈનને અનુસરીને કરવામાં આવી રહ્યું છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિ (Navratri) નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક જ દિવસની નવરાત્રિની પરવાનગી અપાઈ હતી કે, જેમાં ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના હોસ્ટેલના તેમજ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે જણાવાયું હતું.

આ ગરબા દરમિયાન ઉમરા પોલીસ મથકના સ્ટાફે ત્યાં આવીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. ત્યારે વિદ્યાર્થી (Students) ઓએ પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ ગઈ હતી. જોતજોતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે, પોલીસ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. PCR વાનમાં આવેલ પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વણસતાં બીજા કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા.

વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દરમિયાન બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ મથકનાં મહિલા PI સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે કેમ્પસ અધ્યક્ષ ઇશાન મટ્ટુએ જણાવ્યું છે કે, જયારે અમે પોલીસ પાસે વાત કરવા માટે પહોંચ્યા તો પોલીસે ગાળો આપી હતી તેમજ મને કોલર પકડીને પોલીસ મથકમાં લઇ ગયા હતા, અને ત્યાં ABVPના કાર્યકર્તાને લાઠી મારી હતી. તેમજ બાદમાં ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી કે, જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાયો હતો.

જો કે આ નવરાત્રિમાં ગરબાનું આયોજન માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓનું જણાવવું હતું કે અમે મંજુરી સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કરે છે. જો કે કુલપતિના આદેશ વગર પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં આવી શકે નહીં, જેથી જે-તે પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે આવું ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જયદીપ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Scroll to Top