પ્રખ્યાત મોબાઇલ ફોન ઉત્પાદક કંપની Apple ને તેના કર્મચારીઓની ભૂલની મોટી કિંમત ચૂકવવી પડી છે. કંપનીના સર્વિસ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓએ એક છોકરાના નગ્ન ફોટા ફેસબુક પર નાખી દીધાં, ત્યારબાદ કંપનીએ લાખો રૂપિયાનો દંડ વિદ્યાર્થીને આપવો પડ્યો હતો.
ઓરેગન (Oregon) ના એક વિદ્યાર્થીએ વર્ષ 2016માં Apple કંપનીને તેનો મોબાઇલ રીપેરીંગ કરવા આપ્યો હતો. આ મોબાઇલ કેલિફોર્નિયા (California) માં એક Apple રિપેર ફેસિલિટી (સુવિધા) માં આપવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સર્વિસ સેન્ટરમાં કામ કરનાર બે કર્મચારીઓએ આ મોબાઇલ ફોનને રીપેરીંગ (સરખો) કરતી વખતે વિદ્યાર્થીના લગભગ 10 ફોટા તેના જ મોબાઈલ થી તેના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ (પોસ્ટ) કરી દીધા હતા. તેમાં કેટલાક નગ્ન ફોટા અને ખૂબ જ વ્યક્તિગત વિડિયો પણ શામેલ હતા.
ફેસબુક પર આ પોસ્ટ એવી રીતે કરવામાં આવી હતી કે એવું લાગી રહ્યું હતું કે વિધાર્થીએ પોતે જ આ પોસ્ટ અપલોડ કરી છે. પરંતુ જ્યારે વિધાર્થીના કેટલાક મિત્રોએ તેને આ ફોટા વિશે જણાવ્યું, તો તેને ડિલેટ કરી દીધા હતા.
આ કેસમાં વિદ્યાર્થીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ એપલ (Apple) ઉપર ભારે દંડ ફટકારાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલે મોબાઇલ ઉત્પાદક કંપનીએ વિદ્યાર્થીને લાખનો દંડ આપ્યો છે. જો કે, દંડની કુલ રકમ કેટલી છે તેની સંપૂર્ણ માહિતી મળી શકી નથી.
‘ધ ટેલિગ્રાફ’ (The Telegraph) ના એક રિપોર્ટ મુજબ, દંડ તરીકે જે રકમ આપવામાં આવી છે, તેને ‘મલ્ટિ-મિલિયન ડોલર’ કહીને સંબોધવામાં આવી છે. આ મામલે Apple દ્વારા તપાસ કરવામાં આવી છે અને 2 કર્મચારીઓને બહાર જવાનો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે.