પુત્રની દેખભાળ માટે નોકરી છોડી, ફ્રી ટાઈમમાં યૂટ્યૂબ માંથી ક્રાફ્ટ શીખ્યા અને હવે કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

સમર્પણ અને ત્યાગનું બીજું નામ એટલે મા. બાળકના જન્મ સાથે, તેણી તેના બાળક માટે શક્ય તેટલું બધું જ કરે છે. દિલ્હીમાં રહેતી પૂજા કંથ એક એવી માતા છે, જેણે પોતાના બાળકની સંભાળ રાખવા માટે પોતાની સારી એવી નોકરી પણ છોડી દીધી હતી.

જો કે, તેણે આગળ વધવાનું બંધ ન કર્યું અને તેના બાળકની સંભાળ લીધી તેમજ યુટ્યુબને પોતાનો મિત્ર બનાવ્યો અને મેક્રેમ આર્ટની અદ્ભુત કળા શીખી. આજે તે દર મહિને 1 લાખ રૂપિયા કમાઈ રહી છે.

પૂજાનું તમામ શિક્ષણ દિલ્હીમાં જ થયું હતું. તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જ કામ કરવાનું શરૂ કર્યું. લગ્ન પછી પણ તેણે નોકરી ચાલુ રાખી. પરંતુ, માતા બન્યા પછી, વર્ષ 2012 માં, તેણે તેના બાળકની સંભાળ રાખવા માટે તેની નોકરી છોડવી પડી. આ દરમિયાન તેણે ઘરે બેઠા કંઈક નવું કરવાની તૈયારી કરી અને ઈન્ટરનેટની મદદથી મેક્રેમ આર્ટ વિશે માહિતી એકઠી કરી. આ માટે પૂજાને એમ્બ્રોઇડરી અને સીવણની પ્રાથમિક સમજ પહેલેથી જ હતી.

જ્યારે તેણીને સોશિયલ મીડિયા દ્વારા મેક્રેમ આર્ટ વિશે જાણ થઈ, ત્યારે તે તેના તરફ આકર્ષિત થઈ અને પછી તેના પ્રત્યે સમર્પિત થઈ ગઈ. એ સમય હતો અને આજનો સમય છે, પૂજા મેક્રેમ આર્ટ વિશે સારી જાણકારી ધરાવે છે. બજારમાં તેના ઉત્પાદનોની માંગ છે, જેના કારણે તે દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. તેણે 2018 માં ‘પૂજા કી પોટલી’ શરૂ કરી, જેના દ્વારા તે મહિલાઓને મેક્રેમ આર્ટ શીખવા અને આર્થિક રીતે મજબૂત બનવામાં મદદ કરી રહી છે.

Scroll to Top