તેજસ ભારતીય રેલ્વે માટે આ નામ ખુબજ હટકે છે. આપણા માટે સૌથી સારી સુવિધાઓ આ ટ્રેન માં આપવામાં આવી છે. આ અંગે ઘણા વખતો થઈ વેટ ચાલી રહી હતી ઘણા લોકો તેની રાહ પણ જોતા હતા.
પરંતુ હવે જ્યારે આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે પૂર્ણ થયો છે ત્યારે આજે આપણે જાણીશું કે કેટલું ભાડું હોઈ છે તેજસ એક્સપ્રેસમાં. જેમ જેમ તેજસ એક્સપ્રેસ પાટા પર ઝડપી દોડી રહી છે, તેમ તેમ તેની ચર્ચાઓ પણ ઝડપથી ફેલાઈ રહી છે.
તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 4 ઓક્ટોબરથી દિલ્હી અને લખનઉ વચ્ચે દોડી રહી છે. પ્રથમ દિવસે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ખૂબ ખુશ જોવા મળ્યાં હતાં. તેમણે કહ્યું કે, ટ્રેનમાં અંદર ફ્લાઇટ જેવી સુવિધાઓ છે અને લખનૌથી દિલ્હીની મુસાફરી કરવાનું પણ ખુબ આનંદમય છે.
IRCTC એ આ ટ્રેનમાં એરહોસ્ટેસની તર્જ પર મહિલા કર્મચારીઓની નિમણૂક કરી છે, જે મુસાફરી દરમિયાન મુસાફરોને આવકારવા માટે તૈયાર રહે છે. પરંતુ તેજસનું બુકિંગ જેમ જેમ વધી રહ્યું છે, તેમ તેમ તેનું ભાડું પણ વધી રહ્યું છે. ખાસ કરીને દિવાળી માટે શરૂ કરાયેલી તેજસ એક્સપ્રેસનું ભાડુ ફ્લાઇટ ભાડાથી પણ વધુ થઈ ગયું છે.
તમને જણાવી દઇએ કે, આ કોર્પોરેટમાં ટ્રેનમાં ડાયનામિક ભાડા સિસ્ટમ લાગુ છે, જેના કારણે બુકિંગ વધવાની સાથે ભાડુ પણ વધી જાય છે.
તહેવારની મોસમમાં અને ખાસ કરીને દિવાળી ટાણે તેજસનું ભાડુ લગભગ ત્રણ ગણું થઈ ગયું છે, જે ફ્લાઇટના ભાડા કરતા પણ વધુ છે. ઉપરાંત માંગ વધવાની સાથે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ડાયનામિક ચાર્જ લાગુ થવા છતાં લોકોએ ઊંચું ભાડુ ચૂકવી રિઝર્વેશન કરાવી રાખ્યું છે.
દિવાળીથી ઠીક પહેલા 26 ઓક્ટોબરે નવી દિલ્હીથી લખનૌની મુસાફરી માટે હાલ બુકિંગ કરાવવા પર ચેયરકારનું ભાડું 3295 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે ચેયરકારનું સામાન્ય ભાડું 1280 રૂપિયા છે.
આ જ રીતે ચેયરકારના ભાડામાં 2015 રૂપિયા ડાયનામિક ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જ્યારે તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હીથી લખનૌ વચ્ચેનું એક્ઝિક્યુટિવ ચેરકારનું સામાન્ય ભાડુ 2450 રૂપિયા છે. જ્યારે દિવાળી પહેલા 26 ઓક્ટોબરે ટિકિટનું ભાડું 4570 રૂપિયા પર પહોંચી ગયું છે.
જેમાં ડાયનામિક ચાર્જના રૂ 2120 રૂપિયા લેવામાં આવ્યા છે. તેજસ એક્સપ્રેસમાં કુલ 758 બેઠકો છે. ટ્રેનમાં એક એક્ઝિક્યુટિવ ક્લાસ એર કંડિશન્ડ ચેયરકાર છે, જેમાં કુલ 56 બેઠકો છે.
જ્યારે 9 એર કન્ડિશન્ડ ચેયરકાર છે, જેમાં પ્રત્યેક 78 બેઠકો છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને પ્રથમ વખત IRCTC એ 25 લાખ રૂપિયાનો મફત વીમો આપ્યો છે. રેલ્વે મુસાફરોને આકર્ષવા વીમાની સાથે જો ટ્રેન મોડી પડે તો તેની ભરપાઈ માટે વળતર આપવાની જોગવાઈ પણ કરાઈ છે.
જો ટ્રેન 1 કલાક મોડી પડે તો પેસેન્જરને 100 રૂપિયાનું વળતર અપાશે. જ્યારે 2 કલાકથી વધુ મોડી પડે તો દરેક મુસાફરોને 250 રૂપિયા આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસ 200 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરવામાં આવી છે. લખનૌથી દિલ્હી માટેનું એસી ચેયર કારનું ભાડુ 1,125 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેયર કારનું ભાડુ 2,310 રૂપિયા છે.
જ્યારે વળતરમાં એસી ચેર કાર માટે 1,280 અને એક્ઝિક્યુટિવ ચેયર કાર માટે 2,450 રૂપિયા છે. 82502/82501 તેજસ ટ્રેન મંગળવારે ઉપડશે અને અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.
લખનૌથી નવી દિલ્હી વચ્ચે 512 કિમીનું અંતર કાપવામાં 6 કલાક 15 મિનિટ લાગે છે. તેજસ લખનૌ સ્ટેશનથી સવારે 6.10 વાગ્યે ઉફડે છે અને સવારે 12.25 વાગ્યે નવી દિલ્હી પહોંચે છે.
જ્યારે આ ટ્રેન નવી દિલ્હીથી બપોરે 3.35 વાગ્યે ઉપડે છે અને તે જ દિવસે રાત્રે 10.05 વાગ્યે લખનૌ પહોંચશે. આ ટ્રેન માત્ર કાનપુર અને ગાઝિયાબાદમાં જ ઉભી રહે છે.
નોંધપાત્ર વાત એ છે કે, પ્રથમ તેજસ એક્સપ્રેસ ટ્રેન ગત વર્ષના મે મહિનામાં મુંબઈ અને ગોવા વચ્ચે શરૂ કરાઈ. માર્ચ 2019 માં બીજી તેજસ એક્સપ્રેસ ચેન્નાઈથી મદુરાઈ વચ્ચે શરૂ કરાઈ અને હવે ત્રીજી તેજસ એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હી અને લખનૌ વચ્ચે શરૂ થઈ છે.