પંદર હજાર મહિલાઓને કરાવી પ્રસુતિ
કર્ણાટક: પછાત વિસ્તારમાં ‘જનની અમ્મા’ના નામથી ફેમસ સુલાગિટ્ટી નરસમ્માનું મંગળવારની સાંજે 98 વર્ષની વયે નિધન થઈ ગયું છે. સમાજસેવાના ક્ષેત્રમાં અતુલનીય યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત થઈ ચૂક્યાં હતાં. સુલાગિટ્ટી નરસમ્મા પંદર હજાર કરતાં વધુ મહિલાઓને કોઈ જ પ્રકારની ચિકિત્સકીય મદદ વગર જ સુરક્ષિત પ્રસવ કરવા માટે જાણીતાં હતાં.
‘જનની માં’ના નામથી હતાં ફેમસ
કર્ણાટકના તુમકુર જિલ્લામાં જન્મેલી નરસમ્માએ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આશરે પંદર હજાર ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત પ્રસુતિ કરાવી હતી. કર્ણાટકના પછાત વિસ્તારમાં નરસમ્માને ‘જનની માં’ના નામથી સંબોધન કરવામાં આવતાં હતાં. આ ઉપરાંત સમાજસેવાના ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતાં તુમકુર વિશ્વવિદ્યાલયે તેને ડોક્ટરેટની માનદ ઉપાધિ પણ આપી હતી.
નિધન પછી કુમારસ્વામીએ આપી શ્રદ્ધાંજલિ
સુલાગિટ્ટી નરસમ્માને પૂર્વમાં કર્ણાટકની પ્રદેશ સરકાર અને તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 2018માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરાયાં હતાં. સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેનાર નરસમ્મા છેલ્લા કેટલાય સમયથી બીમાર હતાં. આ દરમિયાન મંગળવારે સાંજે 98 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. નરસમ્માના નિધન પછી કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી સહિત તમામ રાજનેતાઓએ તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.