90ના દાયકાના બોલિવૂડ એક્શન હીરો સુનીલ શેટ્ટીને કોઈ ઓળખાણની જરૂર નથી. ફિલ્મ ઉદ્યોગ નું તે એક જાણીતું નામ છે જેણે તેના શક્તિશાળી અભિનયથી લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. પરંતુ નાનપણમાં તેના પિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેનો ઉછેર કર્યો હતો.
મને મારા પિતા પર ગર્વ છે: વાસ્તવમાં સુનીલ શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’માં પોતાના પિતા વીરપા શેટ્ટી ના જીવનમાં તેના સંઘર્ષો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમના પિતાનું જીવન ક્યારેય સરળ રહ્યું નથી અને તેમણે ખરેખર સફાઈ કામદાર તરીકે કામ કર્યું હતું.
સુનીલે કહ્યું, “જ્યારે પણ કોઈ મને પૂછે છે, મારો હીરો કોણ છે? હું હંમેશાં કહું છું મારા પિતા જ મારા હીરો છે. મને મારા પિતા પર ગર્વ છે. જ્યારે તે માત્ર 9 વર્ષના હતા ત્યારે તે મુંબઈ આવ્યા હતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતાં હતા. તેણે કહ્યું કે તેના પિતાને તેના કામ માટે ક્યારેય શરમ આવતી નથી અને મને પણ તે જ શીખવ્યું છે.
View this post on Instagram
પિતા જે હોટેલ માં કામ કરતાં હતા તે જ હોટલો ખરીદી: રસપ્રદ વાત એ છે કે તે જે હોટેલોમાં સફાઈ કરતાં હતા ત્યાં ના પહેલા મેનેજર બન્યા હતા. તે પછી તેણે તે હોટલો ખરીદી અને માલિક બન્યો. તમે જે કરો છો તેના પર ગર્વ કરવાનું અને તે હૃદયપૂર્વક કરવાનું તે હંમેશાં મને શીખવ્યું.
કરિશ્માએ કહ્યું, “જ્યારે અમે સાથે કામ કરતા હતા ત્યારે મને સુનીલના પિતાને મળવાનું સન્માન પ્રાપ્ત થયું છે. તે અમારા શૂટિંગ માં આવતા હતા અને ગર્વથી તેના પુત્રનું કામ જોતાં હતા. તે ખરેખર સરસ માણસ હતા”.