સની લિયોને હેપ્પી મેરિડ લાઈફ માટે આપી ખાસ ટિપ્સ

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. સની લિયોન ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટાની સાથે-સાથે ફેમિલી ફોટો અને વિડીયો પણ શેર કરે છે. તાજેતરમાં સની લિયોને એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પતિ ડેનિયલ વેબર સાથે ડાંસ કરતાં નજર આવી રહી છે. સનીએ આ વિડિયોની સાથે એક ખાસ મેસેજ પણ લખ્યો છે. જેમાં તે સુખી દાંપત્ય જીવન માટે ટિપ્સ આપતા નજર આવી રહી છે.

સની લિયોને વિડીયો શેર કરતા ફેન્સને જણાવ્યું કે, જો તમે ખુશહાલ મેરેજ લાઈફ ઈચ્છો છો તો આ ટિપ્સ જરૂર અનુસરો. સૌથી પહેલા હંમેશા એકબીજા સાથે વાત કરો. બંને સાથે લેટ નાઈટ ડિનર ડેટ પ્લાન કરો. સાથે જમવાનું બનાવો. એકબીજાના હંમેશા વખાણ કરો. એકબીજાને હસાવો. તેની સાથે સની લિયોન આ વિડિયોમાં ડેનિયલ સાથે ડાંસ કરતાં પણ નજર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર સની લિયોનની ખૂબ સારી ફેન ફોલોઈંગ છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ સનીના 45.3 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે સની કોઈ વિડીયો શેર કરે છે તો તે ખૂબ વાયરલ થાય છે. જો કે, સની લિયોન તેની સામાજિક જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે. સનીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લોકોને વેક્સિન લેવાનો આગ્રહ કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી સની લિયોને લખ્યું કે, ચલો કોવિડ-19 ની સામેની લડતમાં સાથે આગળ આવીએ વેક્સિનનો સમય આવી ગયો છે તમારે પોતાને અને તમારા પરિવારના સભ્યો ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર્સને મહામારી વિરુદ્ધ લડવાની તક આપવા માટે રસીકરણ કરાવો.

Scroll to Top