ArticleBusiness

શૂન્યમાંથી એક ખેડૂતના દીકરાએ ઉભી કરી 9,600 કરોડની સંપત્તિ, એક સમયે સાઈકલ પર વેંચતા હતા પાઉડર

ડિટર્જન્ટ પાઉડર, સાબુ અને કોસ્મિકનો બહોળો કારોબાર ધરાવતી નિરમા કંપની આજે વિશ્વભરની ગંજાવર કંપનીઓને આ ક્ષેત્રમાં તોબા પોકારાવે એટલી હદે શક્તિશાળી બની છે. જેનો શ્રેય માત્ર એક વ્યકતિ ને મળે છે. તે છે કરસન ભાઈ પટેલ.તેમનો જન્મ ઇ.સ ૧૯૪૫માં ગુજરાત  રાજ્યના  મહેસાણા જિલ્લાના રૂપપુર ગામમાં થયો હતો તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા.યુનિલિવરનો સર્ફ 70 ના દાયકામાં ભારતમાં સૌથી વધુ વેચાયેલો વોશિંગ પાવડર હતો. યુનિલિવર તે સમયે હિન્દુસ્તાન લીવર તરીકે ઓળખાતું હતું. યુનિલિવરની મોટી કંપની હોવાને કારણે કોઈ સ્પર્ધા નહોતી, પરંતુ ઉચી કિંમતને કારણે, મધ્યમ અને ઓછી આવક જૂથના બધા લોકો સર્ફ પાવડર ખરીદવા માટે સમર્થ ન હતા.

કરસનભાઇ પટેલે બજારની માંગને સમજીને નિરમા ડીટરજન્ટની સસ્તી કિંમત અને હોંશિયાર માર્કેટિંગ વ્યૂહરચનાથી માર્કેટ લીડર સર્ફને પરાજિત કરી હતી.એમાંયે હવે તો વાસણ કે કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર એટલે નિરમા જ એવો પર્યાય પણ થઇ પડ્યો છે.કપડા ધોવાના સાબુથી લઇને નહાવાના સાબુ સહિત કોસ્મેટીક ક્ષેત્રમાં બહોળો વ્યાપાર ધરાવતી નિરમા કંપની પાછળ રહેલા વ્યક્તિની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે.

નિરમા કંપનીના સ્થાપક છે કરસનભાઇ પટેલ.ઇ.સ.૧૯૪૫માં એક સાધારણ ખેડુત પરીવારમાં જન્મેલ કરસનભાઇ આજે અંદાજે ૨૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી નિરમાના માલિક છે.તે સમયે સર્ફ પાવડરનો ભાવ પ્રતિ કિલો રૂ .12 હતો જ્યારે નિરમા પાવડરનો ભાવ પ્રતિ કિલો રૂ .3 હતો.કરસનભાઇ દ્વારા બનાવવામાં આવેલ નિરમાનો પાઉડર સુગંધિત નહોતો, ન તો તેમાં ઉચ્ચ-ગ્રેડના રસાયણો હતા, જેના કારણે તે સસ્તું હતું અને દરેક તેને ખરીદી શકે છે. નીરમા પાવડરનું સસ્તી કારણ તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ હતું.

કરસનભાઇનો જન્મ મહેસાણાના રૂપપુરમાં થયો હતો,જે હાલ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ છે.પિતા ખોડીદાસ પટેલ એક ખેડુત હતાં.કરસનભાઇએ રસાયણક્ષેત્રમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો.એ પછી તેઓ ગુજરાત સરકારના જિયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસટન્ટ તરીકે જોડાયા.ગવર્મેન્ટ જોબ હતી છતાં પણ કરસનભાઇએ થોડા સમય પછી જોબ છોડી દીધી.

કારણ એનો જીવ કોઇની નીચે નહી,પોતાનું કંઇક ઊભું કરીને જીવવા માંગતો હતો-પછી ભલે ભુખે બેસવું પડેકરસનભાઇએ તેમની ફેક્ટરીના કામદારોની પત્નીઓને વિનંતી કરી.તેમણે તેઓને નિયમિતપણે તેમના વિસ્તારમાં આવેલા તમામ સામાન્ય સ્ટોર્સ, કરિયાણાની દુકાનની મુલાકાત લેવા અને નિરમા વોશિંગ પાવડરની માંગ કરવા જણાવ્યું હતું.

દુકાનદારોએ જોયું કે આ તમામ મહિલાઓ કોઈ ખાસ વોશિંગ પાવડરની માંગ કરી રહી છે.જ્યારે નિરમાના ડિસ્ટ્રિબ્યુટર તે દુકાન પર પહોંચતા, દુકાનદારો તુરંત જ નિરમ વોશિંગ પાવડરનો જથ્થો લેતા હતા.સસ્તા ભાવો હોવાને કારણે પાઉડરના વેચાણમાં વિલંબ થતો નથી અને લોકોને પણ આ પાવડર વિશે જાણ થઈ હતી.

અમદાવાદમાં એકદમ નાના પાયે તેમણે કપડાં ધોવાના પાઉડરની કંપની સ્થાપી.ઘરે-ઘરે તેઓ સાઇકલ લઇને આ ડિટર્જન્ટની થેલીઓ આપવા જતાં.ધીમે-ધીમે લોકોને આની ગુણવત્તા સારી લાગી,માંગ વધી.એ વખતે ડિટર્જન્ટ ખુબ મોંઘા હતાં,માટે સામાન્ય વર્ગ માટે એ એક સપનું જ હતું.

પણ કરસનભાઇએ નિર્ધાર કર્યો કે,તેઓ સમાન્ય ભાવે ગુણવત્તાયુક્ત ડિટર્જન્ટ આપશે.અને એ તેમણે કરી બતાવ્યું તેમના ડિટર્જન્ટની માંગ પુરબહાર વધવા માંડી.દેશની ટોચ ક્રમાંકિત ડિટર્જન્ટ ફિલ્ડની કંપનીઓને હવે પરસેવો આવવા માંડ્યો.કરશનભાઈએ અમદાવાદમાં પોતાની દુકાન પણ શરૂ કરી અને એ પછી પાછું વળીને જોયું નથી.એ વખતે બજારમાં મલ્ટિનેશનલ કંપનીઓ જ ડીટરજન્ટ વેચતી પણ આ ગુજરાતી ભાયડાએ તેમને હંફાવીને એક દાયકામાં તો નિરમાને ભારતમાં સૌથી વધુ વેચાતો ડીટરજન્ટ પાવડર બનાવી દીધો.અત્યારે ભારતમાં નિરમા 35 ટકા માર્કેટ શેર સાથે નબંર વન ડીટરજન્ટ બ્રાન્ડ છે. કરશનભાઈએ એ પછી નિરમા બ્રાન્ડના ટોઈલેટ શોપ લોંચ કર્યા. તેમાં નિરમા બ્યુટી સોપને ભારે સફળતા મળી.

શેમ્પૂ, ટૂથપેસ્ટ, ખાવાનું મીઠું સહિતનાં નિરમાનાં ઉત્પાદનો પણ બજારમાં મળે છે.કરસનભાઈ ખોડીદાસ પટેલ ભારતના ઉદ્યોગપતિ છે, જેમણે ૨૫૦૦ કરોડના નિરમા ગ્રુપની સ્થાપના કરી હતી, જે કપડાં ધોવાનો પાવડર, સાબુ અને કોસ્મેટિક બનાવે છે. ઇસ ૨૦૧૭માં ફોર્બ્સ મેગેઝિને તેમની સંપતિ આશરે ૬૪૦ મિલિચન અમેરિકન ડોલર આંકી હતી.

કરસનભાઇએ કંપનીનું નામ નિરમા રાખ્યું,જે પોતાની પુત્રી નિરૂપમાના નામ પરથી પાડેલું.પછી તો નિરમા ગ્રુપ બન્યું.ભારતભરમાં તેમના ઉત્પાદનો વેંચાવા લાગ્યાં.કોસ્મોટિક ક્ષેત્રમાં નિરમાએ ઝંપલાવ્યું. કપડા ધોવાના સાબુનું પણ ઉત્પાદન શરૂ થયું.અને એ રીતે પોતાની પ્રોડક્ટમાં વિધવિધ ભાતો ઉમેરતી નિરમા આ ક્ષેત્રની સૌથી પ્રખર મહારથી કંપની બની ગઇ.

હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ ફિલ્ડના માંધાતો આ ખેડુતના દિકરાની કોઠાસુઝ ઉપર રીતસર સંશોધન અને અભ્યાસ કરવા મંડી પડ્યાં.રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયેલા કરસનભાઈએ નોકરી પછીના સમયમાં અમદાવાદ ખાતે કપડાં ધોવાનો પાવડર બનાવી વેચવાની નાના પાયે શરુઆત કરી અને ગુજરાત રાજ્યના ટોચના ઉદ્યોગપતિ બન્યા.કરસનભાઇના કહેવા મુજબ તમે હરીફને તો જ હરાવી શકો જ્યારે તમે એની દુ:ખતી નસ પકડવામાં સમર્થ બનો.આજે કરસનભાઇ ખોડીદાસ પટેલ સમાજ અને દેશ માટે એક પ્રેરક ઉદાહરણ બની ચુક્યાં છે.નિરમા ગ્રુપ વાર્ષિક ૨૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે.કરસનભાઇને ૨૦૦૫ની ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં ધનિક લોકોની પ્રતિષ્ઠીત યાદીમાં સ્થાન મળેલું.

ઔધોગિક ક્ષેત્રની વિશિષ્ટ કામગીરી બદલ ભારત સરકાર તરફથી તેમને ઇ.સ.૨૦૧૦માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.લક્ષ્ય ઉંચું રાખો અને તનતોડ મહેનત કરો-મંઝીલ મળશે જ એ પ્રેરણા આ વાત પરથી જરૂર મળે છે.કરશનભાઈએ નિરમા એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરીને સમાજસેવા પણ શરૂ કરી છે. આ ફાઉન્ડેશનના માધ્યમથી કરશનભાઈ ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને તમામ સહાય પૂરી પાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker