IndiaNews

સરકાર-ખેડૂતોની સમજૂતી માટે કમિટી બનાવવા સુપ્રીમનો હુકમ

કૃષિ બિલ વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના મુદ્દે આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૨૦ દિવસથી ખેડૂત રસ્તા પર છે. સરકાર સાથે અનેક તબક્કાની વાતચીત બાદ પણ કોઈ સમાધાન નથી સધાઈ રહ્યું. આ દરમિયાન હવે સુપ્રીમ કોર્ટે આ મામલે સરકાર અને ખેડૂતો વચ્ચે સમજુતિ કરાવવાની પહેલ કરી છે. આ માટે એક કમિટી બનાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે ગુરૂવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કાયદાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી અને અન્ય બે લોકો દ્વારા કરવામાં આવેલી અરજીના પગલે સુપ્રીમ કોર્ટે આ સુનાવણી હાથ ધરી છે.

ખેડૂતોના આંદોલનનો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેન્ચે આ મામલા પર કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મામલા પર એક કમિટીની રચના કરવામાં આવશે, જે આ મુદ્દાને ઉકેલશે કારણ કે રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી ઉકેલવો જરૂરી છે. હવે આ કેસની આગામી સુનાવણી કાલે થશે.

કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવાનું કહ્યું છે, જેથી કરીને બંને પરસ્પર મુદ્દા પર ચર્ચા કરી શકે. કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય મુદ્દા પર સહમતિથી ઉકેલ આવે તે જરૂરી છે. હવે આ મામલે આવતી કાલે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું હતું કે, અમે આ મામલે એક કમિટીની રચના કરીશું જે આ સમસ્યાનો ઉકેલ લાવશે. તેમાં ખેડૂત સંગઠન, કેન્દ્ર સરકાર અને અન્ય લોકો હશે. કોર્ટે કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતથી હાલ ઉકેલ આવતો જાેવા મળી રહ્યો નથી.

ખેડૂતોના આંદોલન અંગે સુપ્રીમ કોર્ટમાં ૩ અરજી દાખલ થઈ છે. કાયદાના વિદ્યાર્થી ઋષભ શર્માએ દાખલ કરેલી અરજીમાં દિલ્હીની સરહદોથી ખેડૂતોને હટાવવાની માગણી કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, તેનાથી રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે. ઈમરજન્સી અને મેડિકલ સેવાઓ ખોરવાયો છે. અરજીમાં કહેવાયું છે કે પ્રદર્શનકારીઓને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નિર્ધારિત સ્થાન પર ખસેડવા જાેઈએ. એક અન્ય અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને ખેડૂતોની માગણી પર વિચાર કરવાના નિર્દેશ આપે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker