ડાયમંડ સીટી સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સાતમાં આસમાને પહોચી રહ્યો છે. અહિયા હત્યા તેમજ દુષ્કર્મ જેવા બનાવોતો જાણેકે સામાન્ય બની ગયા છે. ત્યારેવધુંમાં ફરી એક વાર શહેરના વરાછા વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સાંભળીને તમને નવાઈ લાગશે કતે અહીયા 15 વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને એક રત્નકાલાકારે તેની પ્રેમજાળમાં ફસાવી. એક દિવસ તેને તે ફરવા જવાનું કહીને તેના સંબંધીના ઘરે લઈ ગયો જ્યા તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સાથેજ તેના ફોટા પાડી લીધા અને તે ફોટા પણ તે વાયરલ કરવાની ધમકી આપતો હતો અને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.
પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી: સમગ્ર મામલે જ્યારે સગીરાના પરિવારને જાણ થઈ ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી યુવકને ઝડપી પાડ્યો છે. સાથેજ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા છેલ્લા ઘણા દિવસથી નિરાશ રહેતી હતી. જેના કારણે તેનો પરિવાર ચીંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે તેને શાંતીથી પુછ્યું કે કારણ શું છે ત્યારે સગીરાએ સમગ્ર હકીકત કીધી. તેણે કહ્યું કે આરોપીએ તેને ફસાવીને ઉત્તરાયણના દિવસે તેને તેના સંબંધીના ઘરે લઈ ગયો હતો. જ્યાલ તેણે તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ આરોપીએ તેના ફોટા પાડી લીધા અને તે ફોટા તે વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેના કારણે સગીરા સખત ગભરાઈ ગઈ હતી. જોકે તે બ્લેકમેલ કરીને તેની સાથે અવારનવાર શારિરીક સંબંધો બાંધતો હતો. જેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. આ મામલે પરિવારે જ્યારે ઉંડાણપૂર્વક સગીરાને પુછ્યું ત્યારે સગીરાએ સમગ્ર હકીકત તેના પરિવારને જણાવી
પરિવારજનોને જ્યારે આ મામલે જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ તેમને આ મામલે જાણ થતા તુરંત તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસને પણ જ્યારે આ મુદ્દે જાણ થઈ ત્યારે આરોપી યુવકની તપાસ આરંભી અને ગણતરીના સમયમાં તેને ઝડપી પાડ્યો. સાથેજ તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પોલીસે આરંભી છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી એક ગંભીર પ્રશ્ન બન્યો છે. અહીયા હત્યા અને દુષ્કર્મ જેવા ગુના દિવસેને દિવસે વધી રહ્યા છે. જોકે વધતી ગુનાખોરી સામે પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે અને ગુનેગારોને પોલીસ દબોચી રહી છે. પરંતુ વધતી જતી ગુનાખોરી શહેરીજનો માટે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.