NewsSurat

સુરતમાં ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, 9 લોકોની ધરપકડ

સુરતમાં છેલ્લા થોડા સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરુ કરવામાં આવ્યો છે. આ અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાને ઉઘાડા પાડી રહી છે. તેમ છતાં હજુ પણ અમુક સ્પામાં લોહીના વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. તેવો જ એક વેસુ વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, તેમાં ગોરખધંધાનો પદાફાર્શ કરતા ત્રણ સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવવામાં આવતી હતી અને ગ્રાહક દીઠ એક હજાર વસૂલી યુવતીને 500 આપવામાં આવતા હતા.

ખટોદરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને મળેલી માહિતીના મુજબ વીઆઈપી રોડ એલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ રહેલી હતી. પોલીસ ટીમ દ્વારા સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય જાણવા મળ્યું છે કે, સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચલાવવામાં આવી રહ્યું હતું. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવ્યા હતા. જેમાં એક કેબિન દલાલ માટે બનાવવામાં આવ્યું હતું. જે ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતો હતો. જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતાની જોડે રાખતા અને 500 યુવતીને આપવામાં આવતા હતા. પોલીસ દ્વારા સંચાલક સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker