રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો એકદમથી ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે તેની સાંભળી તમારી ચિંતા જરૂર વધી જશે. જ્યારે સુરતના આઠવા વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાના સમાચાર ફરીથી ચિંતા વધારે તે સમાન છે.
શહેરમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતાઓ વચ્ચે આઠવા વિસ્તારનાં એક જ એપાર્ટમેન્ટમાંથી એક સાથે નવ લોકો કોરોના સંક્રમિત આવ્યા છે. જેના કરાણે હાલ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. પાલિકા દ્વારા એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે એપાર્ટમેન્ટની બહાર બે સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
તેની સાથે ફરીથી કોરોનાના એક જ એપાર્ટમેન્ટમાંથી એકસાથે 9 કેસ સામે આવતા સમગ્ર એપાર્ટમેન્ટને કોરેનટાઈન કરી દેવામાં આવ્યો છે. જ્યારે અહીં રહેનાર તમામ લોકોના કોરોનાના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જ્યારે આ લોકોના સંપર્કમાં આવેલા લોકોનું પણ કોરોના ટેસ્ટ રાવવામાં આવી રહ્યું છે. આ એપાર્ટમેન્ટની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં કોરોનાના 7 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 5 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. તેની સાથે રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, વડોદરામાં 2, રાજકોટમાં 2, ગીર સોમનાથ, પોરબંદરમાં 2-2, અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, નવસારી, વલસાડમાં 1-1 સહિત કુલ 26 કેસ સામે આવ્યા હતા.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. બીજી તરફ સુરતમાં 5, વડોદરામાં 4, રાજકોટમાં 3, જામનગરમાં 3, કચ્છમાં 2, નવસારી, પોરબંદરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસની સારવાર દરમિયાન સાજા થયા છે.