સુરતઃ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ તરફે મતદાન કરાવવા માટે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની નવી માર્કેટિંગ સ્કીમ સામે આવી છે કે, સુરતમાં વસતા ઉત્તર પ્રદેશના લોકો ઉત્તર પ્રદેશમાં પોતાના સગા સંબંધીઓને ભાજપ તરફે મતદાન કરવાની અપીલ કરી, જે વ્યક્તિને ફોન કર્યો છે તેના નામ, નંબર અને ગામ સહિતની વિગતો ભાજપને આપશે અને અને 20 લોકોને ભાજપ તરફે મતદાન કરવાની અપીલ જે વ્યક્તિ કરશે. તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળવાની સાથે તેમની સાથે ફોટો પડાવવાનો અને ચા નાસ્તો કરવાનો મોકો મળશે. આ પ્રકારના લખાણવાળા બેનરો શહેરમાં અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે સુરતમાં ભાજપના પ્રયાસો શરૂ થયા છે. સુરતમાં ઉત્તર પ્રદેશના ઘણા લોકો રોજગારી માટે પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થાય તે માટે ભાજપ દ્વારા ચૂંટણી ઓફર બહાર પાડવામાં આવ્યું હોય તેવા બેનરો સુરતમાં અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે કે, જે વ્યક્તિ વધુમાં વધુ લોકોને ભાજપ તરફે ઉત્તર પ્રદેશમાં મતદાન કરવાની અપીલ કરશે અને પોતાના સગા સંબંધીઓને ભાજપને મત આપવાની અપીલ કરશે તે વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સાથે ક્યાં નાસ્તો કરવાનો મોકો મળશે.
સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના સહયોગથી ઉત્તર પ્રદેશ જીતાઓ નામથી એક કોલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યા પર જે બેનરો લગાવવામાં આવે છે તેમાં લખવામાં આવ્યું છે કે, ફોન લગાઓ ઉત્તર પ્રદેશ જીતાઓ. જેમાં લોકો ઉત્તર પ્રદેશમાં રહેતા પોતાના સગા સંબંધીઓને ભાજપને મત આપવાની અપીલ કરે એટલા માટે આ બેનરમાં એક જાહેરાત પણ આપવામાં આવી છે કે, જેનાથી લોકો સીધા જ સીઆર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરી શકશે.
આ બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉત્તર પ્રદેશના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરી જે વ્યક્તિને ફોન કર્યો છે, તેનું નામ, મોબાઈલ નંબર, ગામ, લોકસભા અને જિલ્લાની ડિટેલ્સ ભાજપને આપશે તો ફોન કરનાર વ્યક્તિને 4 જુન પછી લોકપ્રિય નેતા સી.આર. પાટીલની સાથે ચા નાસ્તાની સાથે ફોટો પડાવી શકશે અને મુલાકાતનો મોકો મળશે.