સોશિયલ મીડિયામાં દોસ્તી કરતી યુવતીઓ સાવધાન, પ્રેમજાળમાં ફસાયા બાદ બે યુવતીઓના થયા આવા હાલ

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક આરોપીની ધરપકડ કરી છે, જે ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલી પુણેની યુવતીને ફસાવીને બળાત્કાર અને જાતીય શોષણના કેસમાં ફરાર હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કાલેખાંનગરમાંથી પકડાયેલો ઈમરાન શેખ (19) પુણેના કાલેવાડી વિસ્તારમાં સ્થિત ક્રિષ્ના કોલોનીનો રહેવાસી છે.

પુણેના પિંપરી-ચિંચવાડમાં રોજીંદા મજૂરી કામ કરતા ઈમરાને ઈન્સ્ટાગ્રામ પર મિસ્ટર ક્રશના નામથી ફેક આઈડી બનાવી હતી. તેના દ્વારા તે પીડિત યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતીને લલચાવીને તેણે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે તેને લગ્નના બહાને પોતાના ઘરે બોલાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે વીડિયો કોલ વાતચીત દરમિયાન સ્ક્રીન શોટમાંથી પીડિતાના ઘણા વાંધાજનક ફોટા પણ પાડી લીધા હતા.

જ્યારે પીડિત યુવતીએ સોશિયલ મીડિયા યુઝ કરવાનું બંધ કરી દીધું તો તેણે પીડિતાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે તેણીને બ્લેકમેલ કરીને ઘણી વખત જાતીય સતામણી કરી હતી. જ્યારે પીડિતાના પરિવારજનોએ પુણેના વાંકડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી ત્યારે ઈમરાન ફરાર થઈ ગયો હતો.

આરોપી યુવક પુણેથી સુરત ભાગી ગયો હતો અને ઉનાગાંમમાં છુપાઈને રહેતો હતો. એસઓજીને બાતમીદાર પાસેથી બાતમી મળતા બુધવારે ઇમરાન શેખની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ તેને પુણે પોલીસને સોંપવા કવાયત શરૂ કરી છે.

ત્યાં જ બીજા એક કેસમાં સચિન પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં રહેતી યુવતીને છેતરીને ઉત્તરપ્રદેશ ભાગી ગયેલા યુવક સામે બળાત્કાર અને ભ્રૂણહત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મોહમ્મદ તસવ્વુર શેખે 21 વર્ષની યુવતી સાથે છેતરપિંડી કરી હતી. 2016માં પીડિત યુવતી તેના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપીએ લગ્નના બહાને પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

Scroll to Top