Surat

પહેલા યુવતીને વીડિયો કોલ કરતો, બાદમાં કઈક એવું કરતો કે જાણી તમે પણ ચોંકી ઉઠશો…

અવનવી ગુનાખોરી માટે સુરત એમ પણ પહેલાથી પ્રખ્યાક છે ત્યારે અહીયા વધું એક વિકૃતી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસે એક રત્ન કલાકારની ધરપકડ કરી છે. કારણકે તેની કરતૂતજ કઈક એવી હતી. યુવકે ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીના નામે ફેક આઈડી બનાવી હતી. બાદમાં તે એક યુવતીને વીડિયો કોલ કરતો અને સમગ્ર હદો વટાવી દીધી હતી.

યુવક યુવતીને કોલ કરીને નિવસ્ત્ર થઈ જતો હતો. સાથેજ તે યુવતીની માતા સામે પણ નિવસ્ત્ર થઈ ગયો હતો. જેથી યુવતી આરોપીની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને દબોચી લીધો છે. સાથેજ તેણે પોલીસને એવી કબૂલાત પણ આપી છે. તેણે ફેક આઈડી બનાવીને યુવતની વીડિયો કોલ કર્યા હતા.

યુવકે પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી છે કે તે યુવતીના નામે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવતો હતો. યુવકે ફેક આઈડી બનાવીને ભોગ બનનાર યુવતીનો ફોટો અપલોડ કર્યો હતો. જેથી તેણે તે ફોટો હટાવી દેવા માટે વિનંતી કરી હતી. બાદમાં તેણે યુવતીને વીડિયો કોલ કર્યો અનમે તેની સામે નિવસ્ત્ર થઈ ગયો હતો. યુવતી માતાને યુવતીએ જાણ કરી તો તેની સામે પણતે નિવસ્ત્ર રહ્યો હતો.

જેથી પરિવારજનોએ આરોપીની સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આજે તેની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને હેરાન પરેસા કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સાઓમાં આરોપીઓ મોટા ભાગે યુવતીઓની બદનામી કરતા હોય છે. જે યુવતી આ ઘટનાનો ભોગ બની છે તે શહેરના કતારગામ વિસ્તારમાં રહે છે. યુવતીને તેના મિત્ર દ્વારા ખબર પડી હતી કે તેના નામથી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવામાં આવ્યું છે. જ્યા તેનો ફોટો અપલોડ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે તેના મિત્રોમે જાણ થઈ ગઈ કે તે એકાઉન્ટ તેનું નથી. તેણે તે એકાઉન્ટ પરથી તેનો ફોટો ડિલીટ કરવા માટે વિનંતી કરી હતી. જોકે તે સમયે યુવકે યુવતીને વીડીયો કોલ કરીને ન કરવાની હરકતો કરી નાખી. સાથે તેને અવાર નવાર ફોન કરીને પરેશાન કરતો હતો. જેથી યુવતી તેની હરકતોને કારણે સખત કંટાળી ગઈ હતી.

યુવકે તેની ધામકી પણ આપી હતી તેવી માહિતી પણ સામે આવી છે. યુવતીની માતાને જ્યારે આ મામલે જાણ થી ત્યારે તેની માતાએ પણ તેને વિનંતી કરી હતી. પરંતુ તે તેની માતા સામે પણ નગ્ન થઈ જતો અને તેમને પરેશાન કરતો હતો. જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો અને હાલ આરોપીને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker