બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્નીને નગ્ન ફોટાની ધમકી આપી, સતત દોઢ વર્ષ અલગ અલગ હોટલમાં માણ્યું શરીર સુખ

સુરત વેસુના બિલ્ડરનું કારસ્તાન સામે આવ્યું છે. આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વેસુના બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્નીના નગ્ન ફોટો પડ્યા હતા. જેને આ કોન્ટ્રાક્ટરની પત્નીને કોલ્ડડ્રિન્કમાં કેફી પીણું પીવડાવીને અને તેના નગ્ન ફોટાઓ પાડી લીધા હતા. અને તે આ ફોટોઓ બતાવી આ મહિલાને બ્લેકમેલ કરતો હતો. અને આ રીતે તે તેના નગ્ન ફોટા પાડી તેની સાથે બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સુખ માનતો હતો. ત્યારે આ રીતે વારંવાર બિલ્ડરના દુષ્કર્મને લઈને કોન્ટ્રાકટરની પત્નીએ પુણા પોલીસમાં ફરિયાદ કરી છે.

પરિણીતાની ફરિયાદને પગલે પુણા પોલીસે વેસુ નંદિની-૩માં રહેતા 37 વર્ષીય જીગર વિજય મહેતાને પકડવા રેડ કરી હતી, જો કે આ દરોડા પહેલા બિલ્ડર અહીંથી ફરાર થઇ ગયો હતો. જો કે આ ફોટા વાયરલ કરવાની તેમજ તેના પતિ અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી બિલ્ડરે કોન્ટ્રાક્ટરની પત્ની સાથે વારંવાર અલગ અલગ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ ગુજારતો હતો.

આ રીતે તે ફોટાના આધારે બ્લેકમેલ કરીને દોઢ વર્ષ સુધી અનેક હોટેલોમાં તેની સાથે શરીર સુખ માનતો હતો. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી સતત દોઢ વર્ષ સુધી વિવિધ હોટેલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. જે આરોપી જીગર રંજનાને આ રીતે બ્લેકમેલ કરીને ઓયો રૂમ્સ હોટલ, શગુન, કેનાલ રોડ વેસુ, હોટલ કાસા બ્લાન્કા,ગ્રીન સિગ્નેચર, શોપર્સ, વેસુ,રીપલ મોલ, પિપલોદ, ઇ સ્પેસ ઓયો રૂમ્સ,વેસુ ખાતે લઇ જઇ તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

ડુંભાલ વિસ્તારમાં રહેતી અને બે સંતાનોની માતા એવી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના પતિનું જ્યાં કન્સ્ટ્રક્શન સાઇડ ચાલતી હતી ત્યાં જ વેસુ નંદિની-3માં રહેતા જીગર વિજય મહેતાની સાઇડ ચાલતી હોઇ 2019માં તેની સાથે પરિચય થયો હતો. વેસુ નંદની-3માં રહેતા 37 વર્ષીય બિલ્ડર જીગર વિજય મહેતાની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાંધકામ સાઇટ ચાલે છે. જે જીગરે સરથાણાની સાઇટનું કામ પુણામાં રહેતા કોન્ટ્રાક્ટરને આપ્યું હતું. વ્યવસાયિક કામથી જીગર અવાર-નવાર મનસુખના ઘરે આવતો હતો. આ દરમિયાન જીગરે મનસુખની પત્ની સાથે પણ પરિચય કેળવી લીધો હતો.

જીગરે મનસુખના ફોનમાંથી રંજનાનો નંબર મેળવી તેને ગુડ મોર્નિંગ અને ગુડનાઇટના મેસેજ મોકલતો હતો. ત્યારબાદ એક દિવસે રંજના જ્યારે ઘરે એકલી હતી ત્યારે જીગર ત્યાં પહોંચી ગયો હતો. એ સમયે જીગરે ઘેનયુક્ત કોલ્ડ્રિંક પીવડાવતા રંજનાને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી.

જોકે, થોડાક દિવસ બાદ તે પતિ સાથે બહારગામ ટૂરમાં હતી ત્યારે જીગરે વોટ્સએપ મેસેજ કરી ન્યૂડ ફોટો અને વીડિયો મોકલવા જણાવ્યું હતું. તે વખતે જીગરે પોતાની પાસે તેના ન્યૂડ ફોટો હોવાનું જણાવ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેણે આ પરિણીતાનું નવેમ્બર-19થી યૌનશોષણ શરૂ કર્યું હતું.

જેને વિવિધ હોટેલમાં રૂમમાં લઇ જઇ સતત 14 મહિના સુધી યૌનશોષણ કર્યું હતું. અને તે તેને તેના પતિ વિરુદ્ધ પણ ભડકાવી ઘરમાં ઝઘડા કરાવ્યાના આક્ષેપ સાથે પરિણીતાએ મંગળવારે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જીગર મહેતા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ, હાથ ધરવાની સાથે તેને પકડવા માટે ટીમ પણ રવાના કરી છે. સબ ઇન્સ્પેક્ટર જે.બી. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top