તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પૂર્ણ: 10 વખત સુપ્રીમ, 100 વખત હાઇકોર્ટ, સંખ્યાબંધ વાલીઓના કોર્ટના ધક્કા તેમ છતાં ચાર્જફ્રેમ નહીં

સુરતમાં થયેલ તક્ષશિલા આર્કેડમાં થયેલ દુર્ઘટનાનાઆજે બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અગ્નિકાંડમાં પોલીસે 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલકરી તેમની ધરપકડ કરી હતી. જેમાં બિલ્ડર પુત્ર, ફાયર, મનપા અને ડીજીવીસીએલ અધિકારી જામીનમુક્ત રહેલા છે.જ્યારે બિલ્ડરો અને ટયૂશન ક્લાસ સંચાલક જેલમાં અત્યારે બંધ છે. બે વર્ષ બાદ પણઆરોપીઓ સામે ચાર્જફ્રેમ થઈ નથી. ટ્રાયલ શરૂ થતાં હજુ મહિનાઓ નીકળે તેવી સંભાવનાઓછે.

આ ઘટનામાં 14માંથી હાલ 9 આરોપીઓ જામીન ઉપર રહેલા છે. આ કેસને 10 વખત સુપ્રિમ, 100 વખત હાઇકોર્ટઅને સંખ્યાબંધ વખત વાલીઓ દ્વારા કોર્ટના ધક્કા ખાવામાં આવ્યા છે. પરંતુ તો પણ કોરોનાનેકારણે ચાર્જફ્રેમ કરવામાં આવી રહ્યા નથી.જ્યારે તા. 24 મે, 2019 સુરતનાઇતિહાસમાં કલંકીત દિવસ તરીકે ગણાઈ છે આ દિવસે સુરત, ગુજરાત અને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. તેદિવસે તક્ષશિલા દર્દનાક અગ્નિકાંડ થયો હતો. અગ્નિકાંડમાં વિધાર્થીઓ જીવતા સળગ્યાહતા. સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં અગાસી પર પતરાના શેડમાં ચાલતા ટયૂશન ક્લાસમાં એકાએકઆગ લાગી ગઈ હતી. કેટલાક બાળકોએ અગાસી પરથી કૂદકો માર્યો હતો. આ દુર્ઘટનામાં 22બાળકો મોતને ભેટતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

લોકોએ ધરણા પ્રદર્શન કરીને પણ ન્યાયની માંગણી કરી હતી. ત્યાર બાદ પોલીસે મનપા અધિકારીઓ, ફાયર અધિકારીઓ, ટયૂશન સંચાલક અને બિલ્ડર સહિત 14 આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરી હતી. જેના કારણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે પાંચ આરોપીઓ જેલમાં રહેલાછે. બાકીના નવ આરોપીઓને નામદાર હાઇકોર્ટ અને સેશન કોર્ટ દ્વારા જામીનમુક્ત કરવામાં આવ્યા છે. મૃતક બાળકોના વાલીઓ દ્વારા તક્ષશિલા આર્કેડ પાસે સોમવારે સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયો છે. કાર્યક્રમમાં મીણબત્તી સળગાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

આ બાબતમાં ટયૂશન સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર રવિ કહાર, સવજી પાઘડાળ, હરસુખ વેકરિયા અને દિનેશ વેકરિયા જેલમાં બંધ રહેલા છે. આ સિવાય બિલ્ડર પુત્ર જિજ્ઞોશ પાઘડાળ, ફાયર અધિકારી સંજય આચાર્ય, કીર્તિ મોઢ, મનપા અધિકારી અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુનશી, જયેશ સોલંકી, વિનુ પરમાર અને ડીજીવીસીએલ અધિકારી દીપક નાયકના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. બિલ્ડરો અને તેમની પત્નીઓને આરોપી બનાવવાની અરજીના હુકમ પર ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી નામદાર કોર્ટમાં પેન્ડિંગ રહેલી છે. તેની સાથે તમામ આરોપીઓને ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી પણ કોર્ટમાં પેન્ડિંગ રહેલી છે.

Scroll to Top