સુરતમાં નેશનલ હાઈવે પર એક દારૂડિયા દ્વારા ધમાલ મચાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવ્યું છે કે, એક યુવક નશામાં ધુત થઈને લોકોની કાર પર ચડી જતા જોવા મળ્યો છે.
તેમ છતાં અંતે લોકોએ તેને માર મારીને તેને પોલીસના હવાલે કરી દીધો હતો. નશામાં ધુત યુવક હાઈવે પર ઉભો રહીને લોકોના વાહન રોકતો હતો અને પછી કાર પર ચડી ધમાલ કરવા લાગતો હતો. આ સિવાય તેના દ્વારા કેટલીક કારને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે, યુવક કાર પર ચડી જાય છે અને બાદમાં કારના કાચ તેમજ વાઈપર તોડવાનો પણ પ્રયાસ કરે છે. જ્યારે યુવકના ત્રાસના કારણે ત્યાં ટ્રાફિક જામ પણ થયેલો જોવા મળ્યો હતો. વાહન ચાલકો સતત હોર્ન મારી રહ્યા હતાં. તેમ છતાં તે ગાડીની સામે હાઇવે ઉપર જ સુઈ જતો હતો અને ગાડીના કાચ તોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. યુવક એકલો જ જોવા મળ્યો હતો. તેની સાથે કોઈ જોવા મળ્યું નહોતું. તેને શું કારણસર આ પ્રકારનું વર્તન કર્યું તે હજુ સુધી કોઈને પણ સમજાયું નથી.
દારૂ પીધેલા યુવકના તોફાનના કારણે ટ્રાફિક જામ થઇ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ હતી. ક્યારેક વાહનોની સામેથી દૂર થઈ જાય તો ક્યારેક અન્ય વાહનોને ફરીથી રોકી રહ્યો હતો. પરંતુ ઝડપી દોડી રહેલા વાહનોની સામે હાઇવે ઉપર ઊભા રહી જવામાં તેને જરા પણ ભય લાગી રહ્યો નહોતો. તેના કારણે વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકાઈ ગયા હતા.
અમુક વાહનચાલકો દ્વારા તેને હટી જવા માટે કહેવામાં આ રહ્યું હતું પરંતુ તે કોઈની વાત માન્યો નહોતો. અંતે લોકોએ તેને માર આપીને પોલીસના હવાલે કરી દિધો હતો.