સુરતની 10 માં ધોરણની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી યુવક રંગરલીયા મનાવતા સોસાયટીની મહિલાઓ પકડ્યો

સુરત શહેરમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમે પણ ચોકી જશો. હાલમાં કોરોના મહામારીની અસર ઓછી થવાના કારણે બંધ પડેલી સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે બાળકો અને વિધાર્થીઓને લઈને પણ અનેક કિસ્સો સામે આવતા રહે છે ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

આ ઘટના સુરતમાં અડાજણ વિસ્તારમાં બની હતી. જે ધોરણ 10ની વિદ્યાર્થીની ઘરેથી શાળાએ જવા માટે નીકળ્યા બાદ તે તેના પ્રેમી યુવક સાથે બહાર જતી રહેતી હતી અને પ્રેમીના અડાજણ વિસ્તારના એક બંગલામાં જતી રહેતી હોવાનું સામે આવ્યું છે, જોકે આ વાતની જાણ ત્યાંના સ્થાનિક સોસાયટીના લોકોને થતા તેમને આ બંને યુવક અને છોકરીને નંગે હાથે પકડી પડી હતી.

અને આખી સોસાયટીમાં હોબાળો મચાવી દીધો હતો. અને આ ઘટનાને લઈને લોકોએ પોલીસને જાણ કરતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં આ યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

ત્યારે બાદ આ સમગ્ર ઘટના છોકરીના માતા-પિતા અને પરિવારને થતા તેમની પુત્રીની આવી હરકત સાંભળીને તેઓ પણ ચોકી ગયા હતા. જો કે આ યુવકે આ ધોરણ-10 ની વિદ્યાર્થિનીને તેના પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને તેની સાથે ઘરે બોલાવી રંગરેલિયા મનાવતો હતો. આ બંને વચ્ચે સિલસિલો ઘણા સમયથી ચાલતો હતો.

આ યુવક સુથારી કામ કરતો હતો અને તે અડાજણ વિસ્તારમાં એક બંગલામાં તેનું થોડા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન આ યુવાન છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ ડ્રેસમાં એક યુવતીને લઈને આવ્યા બાદ તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. સોસાયટીની મહિલાઓએ બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડ્યાં હતાં.

સ્થાનિકો અનુસાર, છેલ્લા લાંબા સમયથી કામ કરતો યુવક અને યુવતી અહીં મુલાકાત કરતા હોવાની સતત ફરિયાદો સોસાયટીમાં આવતા સોસાયટીના લોકોએ આજે હોબાળો મચાવ્યો હતો. યુવક એક સ્કૂલ ડ્રેસમાં કિશોરીને લઈને આવતો હતો અને કલાકો બાદ બન્ને પરત ફરતા હતા. ત્યારે આ વાતની જાણ સોસાયટીના લોકો સામે આવતા તેમને હોબાળો મચાવી દીધો હતો જેના કારણે પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે આ દરમિયાન બંગલામાંથી સગીરા મળી આવી હતી.

પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી. કિશોરીની માતા આવતાં જ ખબર પડી હતી કે, કિશોરી ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક એની જ સોસાયટીમાં જ રહે છે.

ફળિયામાં જ રહેતી કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા અહીં લાવતો હતો. માતા-પિતા માટે આ ચેતવણી સમાન કિસ્સો ગણાવી શકાય. અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે યુવક પોલીસ આવતા જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો.

Scroll to Top