સુરતનો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. હાલના સમયગાળામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો અવનવા પ્રકારની રીત અપનાવતા હોય છે તેવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલા એક ઓવર બ્રિજની પાળી ઉપર જીવના જોખમે ચાલતા બે યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, તેમ છતાં આ બંને યુવાનો જે પ્રકારે કરતબો કરતા તેને લઈને જ સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા પ્રકારની રીત અપનાવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને રાતોરાત પ્રખ્યાત થઈ જાય છે જ્યારે આ પ્રકારની સેલિબ્રિટી બનવા માટે કેટલાક યુવાનો જીવના જોખમે પણ કરતા જોવા મળી જાય છે.
સુરતમાં બ્રીજની પાળી ઉપર ચાલીને જીવના જોખમે સ્ટંટ કરતા યુવકોનો Video Viral#ViralVideos #Surat pic.twitter.com/FoTDZYCJ1j
— MT News Gujarati (@mtgujarati) September 23, 2021
જ્યારે સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલા એક બ્રિજની પાળી ઉપર બે યુવાનો જીવના જોખમે ચાલતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમ છતાં સ્થાનિક લોકોની નજરમાં યુવાનો પર પડતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકોને સમજાવીને બ્રિજ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
જેમાં જોવા મળે છે કે, બ્રિજ ઉપર આ લોકો જીવના જોખમે ચાલી રહ્યા હતા. જેને જોઈને લોકો એક સમય માટે ભયભીત થઈ ગયા હતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને યુવકોને સમજાવી બ્રિજની નીચે ઉતારવામાં આવ્યા હતા.