સુરતથી કુટણખાનું ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વર્ક પરમિટ પર આવી અને વિદેશી યુવતીઓ દ્વારા ગેરકાયદેસર ઉપયોગ કરાઈ છે તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પાંચમાં માળથી સ્પાની આડમાં ચાલી રહેલું કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા અહીંના સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જયારે થાઇલેન્ડની 6 યુવતીઓને મુકત કરાવવામાં આવી હતી. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ નામના કોમ્પ્લેક્સમાં પાંચમાં માળે આવેલા સાઈન સ્પામસાજ પાર્લેરની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે.
જાણકારીના આધારે પોલીસ દ્વારા અહી દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અહી દરોડા પાડતા નાસભાગ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા અહીંના સંચાલક યોગેશ રાણાભાઈ ડાંગર અને નવસારીથી આવેલા કસ્ટમર ઈસ્માઈલ નસીમ નૈના નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા અહીંથી 4 મોબાઈલ, 13 હજારની રોકડ, પેટીએમ મશીન, ચોપડા, મળી કુલ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં થાઈલેન્ડ દેશની યુવતીઓ પાસે અહી સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.
પોલીસ દ્વારા અહીથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી. તેની સાથે દુકાનના માલિકને વોન્ટેડ જાહેર કરી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.