Surat

સુરતમાં પરિણીતાએ પતિ સાથે મળી પ્રેમી પર એસિડ એટેક કર્યો, પછી જોવા જેવું થયું…..

સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિ સાથે મળી પ્રેમી પર એસિડ એટેક કરવામાં આવતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે દાઝી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, પ્રેમિકાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકા દ્વારા હુમલો કરવામાં આવતા યુવાન સાથે પતિ પણ દાઝી ગયો હોવાની જાણકારી સામે આવી છે. ગોડાદરા પોલીસ દ્વારા પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપત્તી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, મૂળ ઝારખંડનો વતની અને સુરતમાં ગોડાદરા નારાયણ નગરની સામે સાંઈકૃપાની સોસાયટી ઘર નંબર ૪૩માં રહેનાર ૨૦ વર્ષીય પ્રિન્સ રાજુભાઈ શાહ ઉધના સીટીઝન કોલેજમાં બીએસસીમાં ભણે છે. જ્યારે દોઢ વર્ષ અગાઉ ગોડાદરા રાજ એમ્પાયરમાં સિવાય એમ. આર.ક્લોધીંગ નામે રેડીમેઈડ કપડાંની દુકાન ધરાવનાર મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા કેશવપાર્ક સોસાયટીમાં રહેનાર ભાવેશ રમેશભાઈ મેવાડા સાથે તેના સંબંધ બંધાયા હતા.

આ દરમિયાન પ્રિન્સ ભાવેશની દુકાને બેસતો થઈ ગયો હતો અને ધરે પણ અવરજવર થતા તેની મિત્રતા ભાવેશની પત્ની પૂજા સાથે પણ થઈ ગઈ હતી. બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી ગઈ હતી અને બંનેએ મરજીથી શરીર સંબંધ પણ બંધાયો હતો. આ અંગે ભાવેશને જાણ થઈ ગઈ હતી પરંતુ તેણે પ્રિન્સને કંઈપણ કીધું નહોતું. ત્યાર બાદ પણ ભાવેશની દુકાને જઈ પ્રિન્સ બેસતો હતો અને તે આજે બપોરના ભાવેશની દુકાને ગયો ત્યારે ત્યાં માત્ર કારીગર જ રહેલ હતો. જ્યારે તે દરમિયાન ભાવેશ ત્યાં આવી ગયો અને સામાન્ય વાતચીત કરી હેડતો થઈ ગયો હતો.

ત્યાર બાદ ભાવેશ પત્ની પૂજા સાથે દુકાને આવ્યો ત્યારે પૂજાના હાથમાં એક થેલી હતી. દુકાનના કાઉન્ટર પર બેઠેલા પ્રિન્સની સામે ખુરશી પર બેઠેલી પૂજાએ પ્રિન્સ મોબાઈલ ફોન જોવામાં મશગુલ જોવા મળી રહ્યો હતો. ત્યારે તેના પર એસિડ ફેંકવામાં આવતા તે જમણી આંખ, કાન અને ખભાના ભાગે દાઝી ગયો હતો. તેની સાથે તેનું ટીશર્ટ પણ ફાટી ગયું હતું. પ્રિન્સને આખા શરીરે બળતરા થવા લાગી તો તે બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. ત્યાં તે આંખ અને કાનના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હોવાના કારણે સારવાર માટે દાખલ થઈ ગયો હતો.

આ રીતે પ્રિન્સ પર એસિડ એટેક કરી પતિ-પત્ની ત્યાંથી ભાગી ગયા હતા. તેમ છતાં પૂજાએ પ્રિન્સ પર એસિડ ફેંક્યું તે ભાવેશ પર પણ ઉડતા તે પણ દાઝી ગયો હતો. આથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસ ટીમ દ્વારા પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપત્તી વિરુદ્ધ ગુનો નોંધી ભાવેશ સારવાર હેઠળ હોય અને પૂજા તેની ચાકરીમાં હોય ત્યા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker