સુરતના આ વિસ્તાર માં થાઈ મસાજ સેન્ટરની આડમાં ચાલી રહ્યું હતું ફૂટણખાનું, આ રીતે થયો પર્દાફાશ

સુરત શહેરના ઉઘના વિસ્તારથી ફૂટણખાનું પકડાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા નાથુ ટાવરમાં ગ્લોરિયસ થાઇ મસાજ સેન્ટરના નામે ચાલી રહેલા ફૂટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિક સેલની ટીમ તરફથી રેડ પાડવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ અગાઉ ગુરુવારની મોડી સાંજના પડેલી રેડમાં ચાર યુવતીઓ દેહ વેપાર કરતી હોવાની જાણકારી મળી આવતા તેને મુક્ત કરી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરાઈ છે. જ્યારે એન્ટિ હ્યુમન ટ્રાફિક સેલના ઇન્સ્પેક્ટર જી એ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જાણકારીના મુજબ ગુરુવારના સાંજે ઉધના જીવનજ્યોત સામે આવેલા નાથુ ટાવરમાં આવેલા સ્પામાં રેડ પાડવામાં આવી હતી.

ગ્લોરિયસ સ્પાની આડમાં તેની મહિલા સંચાલિકા અનિતા શિદે લલનાઓ પાસે દેહ વેપાર કરાવતી હોવાની માહિતીને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીંથી ચાર યુવતીઓ દેહવિક્રય કરતી હોવાની જાણકારી મળી આવતા પોલીસ દ્વારા તેમને મુક્ત કરી સંચાલિકા અનિતા શિંદે અને નવસારી વિજરપોરના પ્રવીણ રાજુ પાટીલની ધરપકડ કરવામાં આવી હતી.

તેની સાથે દેહ વેપાર માટે યુવતીઓને ક્યાંથી લાવવામાં આવી તે અંગે માહિતી મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્પાની આડમા દેહ વેપાર માટે દુકાન ભાડે આપનાર દુકાન માલિક વંદનાબેન બાબુ બાગુલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તેની સાથે વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સંચાલિકાની તપાસ દરમિયાન 3 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. મોબાઇલની તપાસમાં અનેક નંબરો મળી આવ્યા હતા જે દેહ વેપારના અનેક ધંધાદારીઓની પોલ ખોલી શકે તેવી શક્યતાઓ જોવા મલીર રહી છે. એટલું જ નહીં તેની સાથે મોબાઈલ અને રોકડ મળી 18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top