પેરોલ જમ્પ કરીને રૂપિયાની જરૂર હોવાથી સુરતના ગોડાદરા વિસ્તારમાં વરસાદની બીકે બહાર સુકવેલા કપડા લેવા આવેલી વૃદ્ધાની નજર ચૂકવી ચાર લૂંટારૂઓ ઘરમાં ઘુસી ગયા હતા. વૃદ્ધ મહિલાને બંધક બનાવી આધેડને ચપ્પુના ઘા મારી રૂપિયા 3.23 લાખની લૂંટ કરી ફરાર થઇ જવાના કેસમાં પોલીસ દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં આ મહિલા અને તેનો ભાઈ બળાત્કારના કેસમાં પેરોલ પર છુટેલા હતા. તેમ છતાં પોલીસે અન્ય આરોપી પકડવાની તપાસ શરુ કરી છે.
સુરતના ગોડાદરા વિસ્તરમાં એક મહિલાને બંધક બનાવી આધેડને ચપ્પુના ઘા મારી રૂપિયા 3 લાખની લૂંટ કરાઈ હતી. તેમ છતાં આ લૂંટમાં અમદાવા ખાતે બળાત્કારના ગુનામાં જેલમાંથી હાલમાં પેરોલ પર છૂટીને આવેલી ભાઈ બહેનને રૂપિયાની જરૂર હોવાના કારણે આ ગુનો કર્યો હતો.
પોલીસ દ્વારા આ ગુનામાં સુનિતા ઉર્ફે સમસાદ બેગમ રામચંદ્ર કોળીને રોકડ રૂપિયા તેમજ ઘડીયાળો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી સુનિતાની પૂછપરછ દરમિયાન બળાત્કારના ગુનામાં પેરોલ જમ્પ કરેલ જાણવા મળ્યું હતું.
જ્યારે પૈસાની જરૂર હોવાના કારણે તેણે પોતાના ભાઈને વાત કરી પોતાના મિત્રો સાથે સુરત આવી ગયા હતા. ત્યારબાદ સુનિતાએ પોતાના ભાઈને કહ્યું હતું કે, ગોડાદરાના વિકાસનગર સોસાયટીમાં રહેનાર સીમાબેનને ત્યા અગાઉ કામ કરતી હતી.
જેના કારણે તેમના ઘરની તમામ ગતી-વીધીની જાણું છુ અને ત્યા પૈસા મળવાની શક્યતા વધુ છે. સુનિતાએ લૂંટનું આયોજન કરી પોતાના ભાઈ તેમજ તેના મિત્રો સાથે મળી બપોરના સમયે મહિલા ઘરમાં પ્રવેશ કરીને વૃદ્ધાના હાથ-પગ બાંધીને બંધક બનાવી લેવામાં આવી હતી.
તેમ છતાં મહિલાના ઘરે રહેનાર આધેડને ચપ્પુ ના ઘા મારી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તેમ છતાં પોલીસની પૂછપરછમાં માહીએ કરેલ કબૂલાતના આધારે પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે તેના ભાઈ સાથે તેના સાગરિકોને ઝડપી પાડવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.