Surat

સુરત મુસ્લિમ સમાજ ની રેલી દરમિયાન ઘર્ષણ થતાં પોલીસ પર હુમલો,બસમાં તોડફોડ,ટીયરગેસના સેલ છોડ્યા જાણો તાજા ખબર.

આજે સુરત માં મુસ્લિમ સમાજ લઘુમતી સમાજ ઘ્વારા મૌન રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું. રેલી નો મુખ્ય ઉદ્દેશ દેશ માં વધી રહેલ મોબી લીચિંગ નો વિરોધ હતો.

એમાં જ્યાં સુધી કલેકટર કચેરી સુધી આવેદન આપી રેલી આગળ ના જવા દેતા પોલીસે રોકતા.હઝરત ખ્વાજા દાના દરગાહથી કલેકટર કચેરી સુધી રેલી યોજાયેલી મક્કાઈ પૂલ સુધીની પરમીશન હોવાથી પોલીસે તેને અટકાવતાં મામલો વિફર્યો.

સુરત દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી.

જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ઘર્ષણ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર કાબૂ મેળવીને કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસનો ભારે કાફલો હાલ ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે.

સિટીબસના કાચ તોડાયાં.

રેલીને અટકાવાતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોએ બે સિટીબસના કાચ તોડ્યાં હાતં. મામલો તંગ થતાં પોલીસ દ્વારા હુમલાખોરોની અટકાયત પણ કરવામાં આવી છે.

સુરતમાં મોબ લિંચિંગના વિરોધમાં યોજાયેલી રેલીમાં હોબાળો થયો હતો. લઘુમતી સમાજની રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો.તોફાની ટોળાએ પોલીસની પીસીઆર વાન અને સિટી બસમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી વર્સેટાઈલ માઈનોરિટી ફોરમ-સુરતના નેજા હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતાં. આ લોકોની માંગ હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તેવા કાયદા બનાવવામાં આવે.

મોબ લિંચિંગના વિરોધમાં વર્સેટાઈલ માઈનોરિટી ફોરમના નેતૃત્વમાં ચોકબજારથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.

પરંતુ વિવેકાનંદ સર્કલ નજીક રેલીને આગળ લઈ જવા બાબતે પોલીસ અને આયોજકો વચ્ચે ઘર્ષણ થતા ટોળાએ ચક્કાજામ કર્યો હતો. અને ત્યારબાદ વિફરેલા ટોળાએ સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને તોડફોડ કરતા મામલો વધુ ગરમાયો હતો.

પોલીસે પેટ્રોલિંગ વધાર્યું

સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ વસતિ વધુ હોવાથી અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયા બાદ હાલ મામલો થાળે પડ્યો છે.જો કે,સમગ્ર મુદ્દાની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

સમગ્ર રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker