ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ સિટી, સુરત હવે અંગદાતા શહેર પણ બની રહ્યું છે. ધર્મિક કાકડિયા નામના 14 વર્ષના બ્રેઇન ડેડ છોકરાના પરિવારે તેના બંને હાથ, હૃદય, ફેફસાં, યકૃત દાન માં આપ્યા હતા. આનાથી છ લોકોને નવું જીવન મળ્યું છે. તે દેશના સૌથી નાના બાળકનું અંગદાન છે.
મૃતક છોકરાએ બુધવારે ઉલટી કરી હતી અને પછી બ્લડ પ્રેશર વધી ગયું હતું. કિરણ હોસ્પિટલના સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે બ્રેઇન હેમરેજને કારણે લોહીના ગઠ્ઠા થયા છે. ધાર્મિકને શુક્રવારે 29 ઓક્ટોબરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો સંમત થયા અને અંગ દાન કરવાનું નક્કી કર્યું હતું. સુરતથી થયેલું હાથનું દાન એ દેશનું 18મું ટ્રાન્સપ્લાન્ટ છે. જોકે, 14 વર્ષના છોકરાએ હાથ દાન કર્યો હોય એવો આ પહેલો કિસ્સો છે.
મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદમાં હાથ, હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સમયસર અંગો પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. શહેરની એનજીઓ ડોનેટ લાઇફ મારફતે એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર નું નિર્માણ થવાનો આ પહેલો કિસ્સો પણ છે. આંતરડાના ટ્રાન્સપ્લાન્ટને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ બી+ બ્લડ ગ્રુપનો કોઈ પ્રાપ્તકર્તા મળ્યો ન હતો.ધાર્મિકના બંને હાથને 105 મિનિટમાં સુરતની કિરણ હોસ્પિટલથી 292 કિમી દૂર મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.