દમણથી દારૂ ભરી સુરત લઇ જતા યુવકોએ પોલીસકર્મી પર ગાડી ચડાવી કર્યો હત્યાનો પ્રયત્ન

વલસાડથી લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વલસાડ શહેરમાં ગાડીમાં દારૂ લઈને જનારા સુરતના બે યુવકો દ્વારા તેમની ગાડીને રોકવાનો પ્રયત્ન કરનાર પોલીસકર્મીનું મોત નીપજે તે ગાડી ચડાવી ફરાર થઈ ગયા હોવાની જાણકારી સામે આવી છે. જેમાં સુરતના બંને યુવકો વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક પોલીસકર્મી પર ગાડી ચલાવવા અને તેમની હત્યાનો પ્રયત્ન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં જાણકારી સામે આવી છે કે, વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર જયંતીભાઈ ભૂનેતર વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરજ પર રહેલા હતા. તે દરમિયાન વાપી તરફથી ફૂલફાસ્ટની ઝડપે આવી રહેલી એક કારને તેમના દ્વારા રોકવામાં આવી હતી અને ત્યારબાદ કારની તપાસ કરતા કારમાંથી 8 વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી.

જેના કારણે કારમાં સવાર યુવકો જયેશ ઈશ્વર પટેલ અને અરુણ પટેલને દારૂના જથ્થાને વલસાડ સિટી પોલીસ સ્ટેશન લાવવા આવી રહ્યા હતા તે જ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનની સામે ગાડીમાંથી ઉતરતા જ બન્ને આરોપીઓ દ્વારા ગાડીને ફૂલફાસ્ટ વલસાડના જાહેર રસ્તા પર ભગાડી દેવામાં આવી હતી.

તેમ છતાં પોલીસ દ્વારા પીછો કરતા ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી આરોપીઓની કાર આગળ જઈ અને કોન્સ્ટેબલ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપીઓ દ્વારા કોન્સ્ટેબલ પર જ ગાડી ચડાવી મોત નિપજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂના જથ્થા સાથે ભાગી રહેલા આ બંને યુવકોને રોકવા માટે પોલીસ કોન્સ્ટેબલ તેમની ગાડીના બોનેટ પર લટકી ગયા હતા.

તેમ છતાં આરોપીઓએ ફૂલ ઝડપે ગાડી ભગવતા પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી અને કોન્સ્ટેબલને ટક્કર મારી આરોપીઓ ઘટના સ્થળથી ભાગી થઇ ગયા હતા. વલસાડ એલસીબી પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી હત્યાનો પ્રયત્ન કરનાર સુરતના જયેશ ઈશ્વરભાઈ પટેલ અને અરુણ પટેલ નામના બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસના હાથે ઝડપાયેલા બંને યુવકોમાંથી એક નોનવેજની લારી ચલાવે છે અને એક સેલ્સમેનનું કામ કરે છે. આ બંને આરોપીઓ દમણ ફરવા ગયા હતા ત્યાંથી પોતાની ગાડીમાં વિદેશી દારૂની 8 બોટલ લઈને આવ્યા અને સુરત તરફ જઇ રહ્યા હતા ત્યારે વલસાડમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરતા તેના પર જ ગાડી ચડાવી તેની હત્યા નીપજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા આ બંને આરોપીઓને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ પોલીસ કર્મીના હત્યાના પ્રયાસ અને વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Scroll to Top