સુરતમાં હાર્દિકને સમર્થન-અલ્પેશની જેલ મુક્તિની થીમ પર ગણેશોત્સવ, ઉમટ્યા લોકો

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા હાર્દિકને સમર્થન, અલ્પેશ કથીરિયા તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોની વહેલી તકે જેલમુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતો નું દેવું માફ થાય એવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલમાં હાર્દિક અને અલ્પેશના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે આજે સાંજે રામધૂન કરી ભાજપને બાપ્પા સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરવામાં આવશે.

જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા

પાટીદાર અનામત સિમિત સુરત દ્વારા યોગીચોકથી કિરણ ચોક વચ્ચે મેઈન રોડ પર હાર્દિકને સમર્થન અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ સહિતના મુદ્દાને લઈને ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકના તમામ મુદ્દા, અલ્પેશ કથીરિયાની તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોની વહેલી તકે જેલમુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનમાત મળે અને ખેડૂતો નું દેવું માફ થાય એવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત રોજ પહેલાં દિવસે 5 હજાર જેટલા પાટીદારો હાજર રહ્યા હતા. અને તમામે જય સરદાર જય પાટીદારની ટોપી પહેરી નારા લગાવ્યા હતા. ગણેશ પંડાલમાં હાર્દિકને સમર્થન કરતા અને અલ્પેશ સહિત જેલમાં બંધ પાટીદારોની જેલમુક્તિના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

રામધૂન કરી પ્રદર્શન કરવામાં આવશે

યોગીચોક ખાતે મેઈન રોડ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતા મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહે છે. જેને લઈને દરરોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુરત પાટીદાર અનામત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે આજે સાંજે આરતીની સાથે રામધૂન કરી પ્રદર્શન કરવામાં આવશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top