હ્યુમન ટ્રાફિકીંગનો પર્દાફાશ: યુવતીઓને બાંગ્લાદેશથી લાવતા અને બાદમાં તેમને દેહવ્યાપારનાં ધંધામાં ધકેલી દેતા હતા

અવનવી ગુનાખોરી માટે સુરત શહેર એમ પણ પ્રખ્યાત છે ત્યારે વધુંમાં અહીયા હ્યુમન ટ્રાફીકીંગનો મામલો સામે આવ્યો છે અહીયા બાંગ્લાદેશની ગરબી યુવતીઓને લાવીને તેમની પાસેથી દેહવિક્રીયનો ધંધો થતો હોવાની માહતી સામે આવી છે જેમા સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારાજ પર્દાફાશ કરવામાં આવ્યો છે જોકે આ ઘટના સામે આવ્યા બાદ લોકો હેરાન થઈ ગયા છે.

સમગ્ર મામલે જે દલાલ બાંગ્લાદેશી સગીરાઓને લાવતો હતો. તેને પોલીસે ઝડપી પાડ્યો છે સાથેજ સગીરાઓને મુક્ત કરી દીધી છે ગરીબ પરિવારોને રૂપિયા આપીને આરોપી તેમની દિકરીઓને સુરત શહેરમાં લઈ આવતો હતો બાદમાં ત્યા લાવીને તેમને દેહવિક્રીયના ધંધામાં ધકેલી દેતો હતો જેથી સમગ્ર મામલે સુરત પોલીસને જાણ થઈ હતી.

સુરત એસઓજી પોલીસે સ્ટેશન પાસેથી એક કિશોરીને પકડી જ્યાથી ખબર પડી કે તે બંગ્લાદેશી છે બાદમાં તેને દેહવિક્રિયના ધંધામાં લાવનાર બે આરોપીઓને પકડ્યા અને ત્યાથી પોલીસ છેક દલાલ સુધી પહોચી હતી જોકે આ સમગ્ર મામલે બાંગ્લાદેશનો એક દલાલ હજુ પણ ફરાર છે જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં ચોથી વખત હ્મુમન ટ્રાફિકીંગની આ ઘટના સામે આવી છે, પોલીસને આ મામલે બાતમી મળી હતી કે કેટલાક ઈસમો દ્વારા બાંગ્લાદેશથી બાળ કિશોરીઓને સુરત લાવામાં આવે છે પછી તેમને દેહવિક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવે છે જેથી પોલીસે બાતમીને આધારે એક યોજના બનાવી જેમા આ સમગ્ર ઘટાનાનો પર્દાફાશ થયો.

પોલીસે બસ સ્ટેશન પાસે વોચ રાખી તે સમયે તેમણે એક સગીરાની પૂછપરછ કરી જેમા દેહવિક્રિયના નેટવર્કની માહિતી સામે આવી હતી આ મામલે પોલીસે એક દંપત્તિ સહિત કુલ4 આરોપીઓને ઝડપી પાડ્યા છે જોકે ગુનાને અંજામ આપનાપ બાંગ્લદેશના દલાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સાથેજ પોલીસ પણ તેની શોધખોળ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી ગરબી પરિવારની બાળકીઓને તેમના પરિવારને રૂપિયા આપીને લઈ આવતા હતા જેમા તેઓ ગેરકાયદેસર રીકે બોર્ડર ક્રોસ કરીને તેમને લાવતા હતા જોકે આ કેસમાં બીજા કોણ કોણ લોકો સંડોવાયેલા છે. તે મામલે પોલીસ હજુ તપાસ કરી રહી છે પરંતુ સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી હવે એક ચિંતાનો વિષય બન્યો છે.

Scroll to Top