સુરતમાં મહિલા PSI નો મોડલ સાથે મોડલિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, હવે થશે આ કાર્યવાહી…

પોલીસ વિભાગમાં વર્દી અને સરકારી ગાડીઓ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સામે પોલીસ વિભાગના વડા દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઇનો મોડેલો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેના કારણે ફરીથી વિવાદ ઉભો થયો છે. કેમકે ખાખી વર્દીમાં મોડલિંગ કરતી હતી એટલે અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સરકારી ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ પોતાની મરજી મુજબ વિડીયો બનાવી ફિલ્મી ગીતોના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ અનેક વખત વિવાદ ઉભા થયા છે. જેના કારણે ગુજરાત પોલીસ વડા દ્વારા આ પ્રકારના વિડિયો બનાવનાર પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહીની સુચના પણ અપાઈ હતી જેમાં અનેક કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે. જ્યારે હવે સુરત પોલીસનો આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવનારી અનિતા મોરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે મોડલ સાથે મોડેલિંગ કરતી હોવાનું સામે આવ્યું છે જેના કારણે વિવાદ ઉભો થયો છે. કેમકે વર્દી સાથે વિડીયો બનાવતા વિવાદ ઉભો થયો છે.

Scroll to Top