જુઓ સુરત નું અનોખું ઇકોફ્રેન્ડલી ઘર,ઘર ની ફરતે છે 16 હજાર ચોરસ મીટર માં માનવસર્જિત જંગલ.

હાલના યુગમાં વધુ પ્રદુષણના કારણે પર્યાવરણ ને ખુબજ નુકશાન થઈ રહ્યું છે,આજના યુગમાં શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે.પંખીઓ પ્રાણીઓ લીલા વૃક્ષો શોધી રહ્યા છે.

આવી સ્થિતિમાં સુરતના એક યુવાને ઘર ફરતે 16 હજાર ચોરસ મીટરમાં માનવ સર્જિત જંગલ બનાવ્યું જાણો વિગતે…

એક પણ પાણીના ટીપાનો વેડફાટ કર્યા વગર પર્યાવરણ જાળવણી કરી રહ્યા છે.સુરતના આશિષ મોદી,તેમના ઘરની આગળ 16 હજાર ચોરસ મીટરમાં માનવ સર્જિત જંગલ બનાવ્યું છે, આશિષ મોદી, સુરત: દોડધામ કરતા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે.

પંખીઓ, પ્રાણીઓ લીલા છમ વૃક્ષો શોધી રહ્યાં છે. જોકે, નેચર ક્લબના સ્નેહલ પટેલે ક્રોંકીટના જંગલમાં રહેવાને બદલે ખેતી કરવાની જમીન પર એક જંગલ બનાવ્યું અને એમાં જ રહેવાનું નક્કી કર્યું.

આજથી 20 વર્ષ પહેલા સ્નેહલે વૃક્ષો રોપ્યા હતાં, જે આજે ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યા છે. ગવિયર પાસે આવેલા ઘરમાં પક્ષીઓ તો રહે જ છે સાથે ઘાયલ પ્રાણીઓને પણ રાખવામાં આવે છે.

આમ આશિષ મોદી તેમના ઘરની ફરતે જંગલ બનાવી પશુ પક્ષીઓ ની રક્ષા કરે છે.અને તેમની દેખરેખ રાખે છે.સ્નેહલભાઈ પ્રાકૃતિક અને પર્યાવરણ પ્રેમી છે.

તે પર્યાવરણ અને પ્રાકૃતિક ને ખુબજ પ્રેમ કરે છે.અને તેની દેખરેખ પણ રાખે છે.સ્નેહલભાઈ (પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી) એ જણાવ્યું હતું કે, પર્યાવરણ પત્યે નો પ્રેમ તેમને વારસામાં મળ્યો હોય તેમ કહી શકાય છે. કોલેજ સુધીના અભ્યાસ દરમિયાન માતા-પિતા દર વેકેશનમાં જંગલ ટુર જ કરાવતા હતા.

નદી કે તળાવ કિનારે જાતે રસોઈ બનાવવી જમતા હતા. જાત જાત ના પક્ષીઓ અને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ બાબતે માહિતગાર થતા હતા.

જેથી નેચરણ વાતાવરણ કેવી રીતે મળી રહી કે કેવી રીતે ઉભું કરાઈ એનો એક સારો અનુભવ પહેલે થી જ હતો. મિકેનિકલ અભ્યાસ પૂરો કર્યા બાદ આ પ્રકૃતિ અને પર્યાવરણ ઉભું કરવાનો ખ્યાલ આવ્યો હતો.

અને 20 વર્ષ પહેલાં આ જમીન એટલે કે એક પણ ઝાડ વગરનું ખેતર ખરીદ્યું હતું.અને તેમાં રહેવાનું નક્કી કર્યું હતું.અને જંગલ બનાવાનું નક્કી કર્યું.

વરસાદનું નું પાણી પણ સંગ્રહ કરવામાં આવે છે.સ્નેહલ ભાઈએ પોતાનું ઘર જંગલ વચ્ચે બનાવ્યું છે અને તે ત્યાંજ રહે છે.ઘરમાં વિવિધ વસ્તુઓ પણ બનાવી છે.

સ્નેહલ પટેલે જંગલ વચ્ચે પોતાનું ઘર બનાવ્યું છે.ઘરમાં પવનચક્કી અને સોલાર દ્વારા ઉત્પન્ન થતી વિજળીનો વપરાશ કરવામાં આવે છે.

એટલું જ નહીં વરસાદના પાણીના સંગ્રહ તેમજ પાણીના રિસાકલિંગ માટે અલગ જ આયોજન કરવામાં આવ્યું છે.

ચોમાસામાં 10 હજારથી વધારે ડોલ પાણી એકત્ર કરવામાં આવે છે, જેને ફિલ્ટર કરીને આખું વર્ષ ઉપયોગમાં લેવાય છે.

વેસુ ખાતે આવેલા ઘરમાં રેઇન હર્વેસ્ટીંગ સિસ્ટમ તો ફિટ કરવામાં આવી છે.પણ આ સાથે ઘરના ગાર્ડનમાં એક કૂવો પણ બનાવવામાં આવ્યો છે.

ઘરના ફર્સ્ટ ફ્લોર પર લેક બનાવ્યું છે, જેમાં પણ પાણી સ્ટોર કરવામાં આવે છે. આખા ઘરમાં ત્રણ લેયર પધ્ધતિથી પાણીનું ફિલ્ટરેશન કરવામાં આવે છે, બાકી બચેલું પાણી પાઇપ મારફતે જમીનની અંદર પણ પહોંચાડવામાં આવે છે.

આમ તે પર્યાવરણ અને પ્રાકૃતિક ને ખુબજ મદદ કરે છે.અને જંગલમાં પાણી પૂરું પાડે છે,અને પશુ-પક્ષીઓ ને પીવાનું પાણી પૂરું પાળે છે.

આટલા વર્ષ પહેલાં છોડ વાવેલાં.સ્નેહલભાઈ એ એક ખાલી જમીન ખારીદી અને તેમાં વૃક્ષો રોપવાનું વિચાર્યું હતું,તેમજ સ્નેહલ પટેલ કહે છે કે, જંગલ ઓછા થઇ રહ્યાં છે.

અને પક્ષીઓ જોવા મળતા નથી એટલે વીસ વર્ષ પહેલા મને જંગલ બનાવવાનો વિચાર આવ્યો. એ વખતે છોડ વાવી દીધેલાં તે આજે 20 વર્ષની પ્રતીક્ષા બાદ મને જંગલ મળ્યું છે.

અને આજે આ બધા વૃક્ષ મોટા થઈ ગયા છે.અને અહીં પશુ પક્ષીઓ પણ રહે છે.આટલા હજાર ચોરસ મીટરમાં મિની ફોરેસ્ટ પથરાયેલું છે.

સ્નેહલભાઈ એ તેમના ઘરની ની ફરતે મોટું જંગલ બનાવ્યું છે.આ જંગલ કુલ 16 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે.

પ્રાણીઓને પાણી મળી રહે તે માટે એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે. તળાવમાં માછલીઓ અને કાચબા પણ મુકવામાં આવ્યા છે.

નેચર ક્લબ દ્વારા સારવાર માટે લાવવામાં આવતા ઘાયલ પશુ અને પક્ષીઓને કુદરતી વાતાવરણ મળી રહે તે માટે જંગલમાં લાવવામાં આવે છે.

અને તેની સારવાર કર્યા બાદ તેને છુટા મુકી દેવામાં આવે છે.આમ તે જંગલમાં અનેક કામગીરી કરી રહ્યા છે.અને પશુ-પક્ષીઓ ને ખૂબ મદદ કરી રહ્યા છે.

જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડ છે.આ ઘરની ફરતે તેમના જંગલમાં 70 પ્રકારના વૃક્ષો અને છોડ વાવેલા છે.આ વૃક્ષઓ પ્રકૃતિને અને પર્યાવરણને ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

પક્ષીઓ અને અલગ અલગ પ્રાણીઓને ખાવા અને રહેવાની સગવડ સાથે છાયો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માનવ સર્જિત જંગલમાં અલગ અલગ 70 પ્રકારના વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, લીમડો, ઉમરો અને મહિડા જેવા વૃક્ષો છે.

સાથે સાથે ખાવાની વસ્તુઓ મળી રહે તે માટે રાયણ, ફાલસા, ચોર આંબલો જેવા વૃક્ષો ઉગાડાયા છે.જેનાથી પક્ષીઓ અને પશુઓ ને ખાવાનું મળી રહે તે માટે આ બધા વૃક્ષો પણ ઉછેર્યા છે.

જંગલમાં આવી છે રોનક. આ માનવ સર્જિત જંગલમાં વિવિધ પ્રકારના પક્ષીઓ રહે છે.માનવ સર્જિત જંગલમાં 40 જાતના પક્ષીઓ અને 30 જાતના પતંગિયાઓ જોવા મળે છે.

જ્યારે સિઝન બદલાય ત્યારે પક્ષીઓ અને પતંગિયાઓ પણ બદલાય છે. દરેક સિઝનમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.

જેમાં કિંગ ફિશર, કોરમોરન્ટ, જલ કુકડી પોપટ, શાહુડી અને ઘુવડ જેવા પક્ષીઓ જોવા મળે છે.આ ઉપરાંત બીજા ઘણાં પક્ષીઓ જોવા મળે છે આ માનવ સર્જિત જંગલમાં.

પટેલ નું કહેવું છે કે:હું વેસ્ટ વૉટરનો પણ ઉપયોગ કરૂં છું સ્નેહલ પટેલ કહે છે કે હું વેસ્ટ પાણી નો પણ ઉપયોગ કરું છું.

બાથરૂમ, ટોઇલેટ અને કપડાં ધોવા માટે ઉપયોગમાં લેવાયેલા વરસાદી પાણીનો પણ બગાડ ન કરવાનું આયોજન સમજાવતા સ્નેહલ પટેલ જણાવે છે કે, ‘મારા મકાનમાં જે રીતે નળનું જોડાણ નથી.

એ જ રીતે ગટરનું પણ જોડાણ નથી. હું વેસ્ટ વૉટરનો પણ ઉપયોગ કરૂં છું. કપડાં ધોવા માટે વૉશિંગ મશીનમાં વપરાતું પાણી સીધું મકાનમાં બનાવાયેલા પાંચ ટોઇલેટની ફ્લશ ટેન્કમાં જાય છે.

ત્યાર બાદ બાથરૃમમાં નહાવા માટે ઉપયોગમાં લેવાયેલું પાણી અને ટોઇલેટમાં વપરાયેલું પાણી બંને એક પાઇપ દ્વારા સેટલિંગ ટેન્કમાં જાય છે, જ્યાં સોલિડ કચરો સેટ થાય છે.

અને પાણી અલગ થઈને રેતીની ઓપન ઍર ટેન્કમાંથી ગળાઈને કિચન ગાર્ડનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.’આમ તે વેસ્ટ વૉટરનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે અને જંગલને પૂરતું પાણી પૂરું પાડે છે.

ઘણા વિદ્યાર્થીઓ આ ઘરની મુલાકાત લે છે અહીં ઘણાં વઉદ્યાર્થીઓ ઘરની મુલાકાત લેવા આવે છે,તેમજ હિના પટેલ એ જણાવ્યું હતું કે,લોકો ઘરના દેખાવ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે.

ત્યારે આ સસ્ટેનેબલ હાઉસ આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ માટે પણ એક યુનિવર્સીટી જેવું કામ કરી રહ્યું છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ આ ઘરની મુલાકાત લઈને પર્યાવરણ અને પ્રકૃતિને કેવી રીતે જાળવી રાખવી અને તેનો ઉપયોગ કરવો તેની શીખ પણ લઈને જાય છે.

આમ સ્નેહલ પટેલ,અને હિના પટેલ આ માનવ સર્જિત જંગલ ની સંપૂર્ણ દેખરેખ રાખે છે.અને પશુ-પક્ષીઓ ની દેખરેખ રાખે છે.ખરેખર આપણે બધાએ આ સુરતી જોડેથી પ્રેરણા લેવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top