મોક્ષ માટે લાઈન: સુરતના સ્મશાન ગૃહમાં 20થી વધારે શબ પાલિકાના શેડમાં, હજુ પણ સમય છે જાગી જજો..

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોના, કોરોના, કોરોના, આ નામ સાંભળીને હવે તો લોકો અકળાઈ જાય છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ લોકોના જીવન બરબાદ કરી નાખ્યા છે. લોકોની નોકરી જતી રહી છે ધંધા પડી ભાગ્યા છે. પરંતુ હાલ દેશમાં જે માહોલ છે તે અત્યાર સુધીનો સૌથી ગંભીર માહોલ કહી શકાય. કારણકે કોરોનાનું આટલું બધું સંક્રમણ પહેલા ક્યારેય નથી ફેલાયું.

વાત ખાલી સુરતની કરીએ તો ગુજરાતમાં હાલ સુરતની હાલત સૌથી ખરાબ છે. સુરતમા સ્મશાનગૃહમાં પાલિકાએ ડેડબોડી મુકવા માટે શેડ બનાવ્યા છે. અને સ્મશાન ગૃહમાં જઈએ તો 20 થી વધારે શબ ત્યા શેડ નીચે પડ્યા હોય છે. મેડીકલ ટીમ તથા પેરામેડીકલની ટીમ પમ ખડે પગે કામ કરવા માટે મજબૂર થઈ છે. અ બે બે કલાક સુધી અહીયા લોકો વેઈટીંગમાં બેસતા હોય છે.

ખરેખરમાં કોરોના હોસ્પિટલમાં કર્મચારીઓની તેમજ ડૉક્ટરોની અછત સર્દાઈ રહી છે. સરકારની બેદરકારી ગણો કે આપણી બેદરાકરી કહો. પરંતુ સુરતમાં જે રીતે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે તે ખરેખરમાં આપણા માટે હાલમાં એક ચિંતાનો પ્રશ્ન છે.

હાલ સંક્રમણથી બચવા માટે એખ માત્ર ઉપાય એજ છે કે કામ વગર તમે ઘરની બહાર ન નીકળો. જે લોકો કોરના પોઝિટીવ લોકોની મદદ કરી રહ્યા છે. તેમનો સાથ સહકાર આપો. બીજી વસ્તુ કે જ્યા સુધી લોકો જાગૃત નહી થાય. ત્યા સુધી સરકાર પણ કશુંજ નહી કરી શકે. જો કોરોનાથી બચવું છે. તો તમારે માસ્ક ફરજિયાત પહેરવું પડશે. અ બીજું કે સોશિયલ ડિસટન્સીંગ કોરોના નાબૂદ ના થાય ત્યા સુધી રાખવું પડશે.

સુરતમાં હાલ જે પરિસ્થિતી સર્જાઈ છે. તે સૌથી ખરાબ છે. ખરેખરમાં મૃત્યું આંક અહીયા કેટલો છે. તેના વીશએ કોઈને જાણ નથી. પરંતુ સ્મશાનમાં જે રીતે શબ આ રહ્યા છે. તે પરથી અંદાજ લગાવી શકાય છે. કે હોસ્પિટલમાં કેવી સ્થિતી હશે. સ્મશાનમાં બે કલાક કરતા પણ વધારે સમય સુધી વેઈટંગમાં બેસી રહેવું પડે છે. જે ચોકવાનારી બાબત છે.

ઉલ્લેખનિય છે કે હાલ ગુજરાતમાં સુરતની હાલત અમદાવાદ કરતા પણ ખરાબ છે. જોકે સરકાર દ્વારા શક્ય બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યા સુધી લોકો જાગૃત નહી થાય. ત્યા સુધી સંક્રમણને રોકવું ભારે છે. માટે હજું પણ સમય છે માસ્ક પહેરો અને સોશિયલ ડિસટન્સીંગ રાખો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here