CrimeSurat

લગ્નની લાલચ આપીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બાદમાં કર્યું કઈક એવુ કર્યું કે…

સુરતમાં વધી રહેલી ગુનાખોરી હવે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. દિવસેને દિવસે અહીયા હત્યા અને દુષ્કર્મ જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુંમાં ફરી એક વાર લિંબાયત વિસ્તારમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે આસપાસના નિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

જે શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. તે શખ્સ તેની પાડોશમાંજ રહેતો હતો. તેણે માસૂમ સગીરાને પહેલા લગ્નની લાલચ આપી હતી. બાદમાં તે તેને નજીકમાં આવેલ એખ કારખાને લઈ ગયો જ્યા તેની સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતુંય જોકે ત્યારબાદ તેણે સગીરાને ત્યાર તરછોડી દીધી અને ત્યાથી રવાના થઈ ગયો હતો.

બાળકીના પિતા વ્યયસાયે રીક્ષા ચલાવે છે. માતા ઘરે રહીને થોડુ ઘણું કામ કરતી હતી. તેની માતાએ ઘરનું કામ નહી કરવા બદલ તેને ઠપકો આપ્યો હતો. જેથી સગીરાને તે વાતનુ ખોટું લાગ્યું જેથી તે કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી. આગળ જતા આરોપી યુવકે તેને જોઈ જેથી સગીરાએ સમગ્ર હકીકત તે યુવકને કીધી. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો

યુવકે તે સગીરાને લગ્નની લાલચ આપી જેથી માસૂમ સગીરા તેની વાતોમાં ભોળવાઈ ગઈ. બાદમાં તે તેને ઘરની નજીકમાં આવેલા એક કારખાનામાં લઈ ગયો. જ્યા તેની સાથે શારિરીક અડપલા કર્યા બાદમાં તેની સાથે જબરદસ્તી શારિરીક સંબંધો બાંધ્યા હતા. દુષ્કર્મ આચર્યા બાદ તેણે સગારીને ધાક ધમકી આપી હતી. જેથી સગીરા ઘણી ગભરાઈ ગઈ હતી.

મોડી રાત સુધી સગીરા ઘરે પરત ન આવી જેથી પરિવારે તેની શોધખોળ આરંભી ત્યારે સગીરા મળી આવી. તેની હાલત ખરાબ હતી જેથી તેના પરિવારને શંકા ગઈ અને તેમણે સગીરાની પુછ્યું કે આખરે શું થયું છે. સગીરાએ ગભરાતા ગભરાતા સમગ્ર વાત તેના માતા પિતાને કરી ત્યારે તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

જોકે બાળકીના માતા પિતાએ તુંરત આ મામલે પોલીસને જાણ કરીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીની સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. સાથેજ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker