300 રૂપિયા માટે યુવકની કરી નાખી હત્યા, માથે પથ્થર મારીને આપ્યો હત્યાને અંજામ..

મેગાસીટી અમદાવાદમાં દિવસને દિવસે હવે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને હત્યા જેવા બનાવ તો અહીયા જાણે કે સામાન્ય બની ગયા છે ત્યારે વધુંમાં ફરી એક વખત શહેરના મેમ્કો વિસ્કતારમાં લૂંટ વીથ મર્ડરની એક ઘટના સામે આવી છે સાંભળીને તમને નવાઈ લાગશે કે માત્ર 300 રૂપિયા જેટલી નજીવી રકમની લૂંટ કરીને આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો છે.

માથા પર પથ્થર માર્યો

મૃતક રોડ પર હતો તે સમયે આરોપીઓ ત્યા આવ્યા તેની સાથે ઝપાઝપી કરી અને બાદમાં તેની પાસેથી 300 રૂપિયાની લૂટ કરીને ફરાર થઈ ગયા જોકે આરોપીઓ પૈકી એક શખ્સે તેના માથે પથ્થર માર્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારાવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.

બે આરોપી પોલીસ જાપ્તામાં

મૃતકને ખરેખર દારૂ પિવાની ટેવ હતી જેથી તેની પત્નીને એવું લાગ્યું કે તે પડી ગયો હશે જેથી તેને ઈજા પહોચી પરંતુ ડૉક્ટરે જ્યારે પત્નીને બધી વાત કરી ત્યારે પત્નીએ તુરંત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી અને તેમણે ગણતરીના સમયમાં આ હત્યાને અંજામ આપનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

બીજે દિવસે મોત

મૃતકના માથાના ભાગે વાગવાથી લોહી વધારે નીકળી ગયું હતું તે તેના ઘરે ગયો હતો અને તેની પત્નીને સમગ્ર હકીકત જણાવી હતી પરંતુ પત્નીને વિશ્વાસ ન બેઠો જોકે તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેમની મલમ પટ્ટી કરવામાં આવી બાદમાં તે ત્યાથી ઘરે પણ આવ્યા હતા જોકે બીજી દિવસે તેઓ ઘરમાં બેભાન થઈ ગયા.

પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી

બેભાન થયા બાદ હોસ્પિટલમાં જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમનું મોત નિપજ્યું પતિના મોતને કારણે પત્ની પણ સદમામાં જતી રહી હતી તેને પગ નીચેથી જમની સરકી ગઈ તે ન તો કોઈને કશું કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી થઈ હતી જોકે તેણે હિંમત કરીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યારા જેલભેગા

ઉલ્લેખનીય છે કે પોલીસને આ મામલે જાણ થતા તેમણે તુરંત તપાસ આરંભી હતી અને ગણતરીના સમયમાં તેમમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જે લોકોને તેમની કરતૂતને કારણે હવે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે જોકે અમદાવાદમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો વિષય બન્યો છે બીજી તરફ લોકોમાં પણ હવે વધતી ગુનાખોરીને કારણે ભયનો માહોલ ફેલાયેલો છે.

Scroll to Top