સુરતમાં સતત હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. તેમ છતાં છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં સુરતના વરાછા ખાતે ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક આધેડની ધાબા પર પહેલા ગળે ટૂંપો આપીને ત્યાર બાદ લોખંડના સળિયો મારીને ઘાતકી હત્યા કરવામા આવી છે. જ્યારે લાશ મળતા ચકચાર મચી ગયો છે. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે આ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
એ પણ જોવાનું છે કે, સુરતમાં સતત ગુના ખોરીમાં વઘારો થઈ રહ્યો છે. તેમાં પણ સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. જ્યારે સુરતના વરાછામાં એક મહિનામાં ત્રીજી હત્યાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. માત્ર એક જ મહિનામાં આ વિસ્તારમાં ત્રણ હત્યાના ગુના નોંધણી કરવામાં આવી છે.
આ બાબત કઈંક આ પ્રકાર બની હતી
સુરતના વરાછા રોડ પર આવેલ કમલ પાર્ક સોસાયટીમાં આવેલ બન્સી કાકાના ડેલા ટોરેન્ટ પાવરનું ટ્રાંસ્ફર્મર આવેલ છે. તેમ છતાં અહીંયા એક આધેડની મોડી રાત્રે નયન ઉર્ફે નવીન બચુભાઈ જોશી નામના આદેશની હત્યા કરાઇ હતી અને તેની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી.
જ્યારે હત્યાના વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. તેમ છતાં આ ઘટનાની જાણકરી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી.
આ દરમિયાન જાણવા મળ્યુ છે કે, આધેડને પહેલા ગળેટુપો આપીને તેની હત્યા કર્યા બાદ તેના પર લોખંડના સળિયા વડે માર આપવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. તેમ છતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આધેડની હત્યા કોણે અને ક્યા કારણોસર કરી છે તે બાબતમાં તપાસ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે.