સુરતઃ પાલ ખાતે આવેલી શક્તિ સેન્ડવીચના વત્સલ પટેલે 25 પ્રકારની સેન્ડવીચથી લોકોના દિલ જીતી લીધા છે. વત્સલે જણાવ્યું હતું કે, મોટેભાગે સેન્ડવીચનું નામ આવે ત્યારે બટાકા, કાંદા, ટામેટા અને કાકડી જ લોકોના દિમાગમાં આવે. પરંતુ અમારે ત્યાં જે સેન્ડવીચ બને છે એ એના સ્ટફિંગને કારણે અલગ છે. આ સેન્ડવીચ ટેસ્ટીની સાથે હેલ્થ પણ આપે છે.
હોમ મેડ સોસનો જ ઉપયોગ કરાય છે, ઇન્ડિયન એક્ઝોટિક અહીંની સ્પેશ્યાલિટી
વત્સલે જણાવ્યું હતું કે, સેન્ડવીચમાં મોટેભાગે વપરાતા સોસ હોમ મેડ જ છે અને સેન્ડવીચમાં ફ્લેવર આપવા અલગ અલગ પ્રકારની ફ્રૂટ ચટણી, ચેદાર ચીઝ અને મોઝરેલા ચીઝ મુકવામાં આવે છે. જેનાથી સેન્ડવીચ ટેસ્ટી બને છે. અહીંયા વિવિધ પ્રકારની 20 થી 25 સેન્ડવીચ મળે છે. રેગ્યુલર ટેસ્ટને બદલે અલગ જ ટેસ્ટ લાવવામાં આવ્યા છે. જેમાં ઇન્ડિયન એક્ઝોટિક સેન્ડવીચ, મેક્સિકન સેન્ડવીચ, અને અમદાવાદી ટચ સેન્ડવીચ મુખ્ય છે જેને ખાવા માટે લોકોની લાઈન લાગે છે.
અમદાવાદી ટચ
આ સેન્ડવીચમાં કાકડી, ગાજર, કેપ્સિકમ, ઓનિયન સાથે ફ્રૂટ ચટણી અને મોઝરેલા ચીઝનું સ્ટફિંગ કરવામાં આવે છે. ફ્રૂટ ચટણીને લઈને એનો ટેસ્ટ બીજી રેગ્યુલર સેન્ડવીચ કરતા અલગ પડે છે અને ખાવાની મજા આવે છે
ઇન્ડિયન એક્ઝોટિક
આ સેન્ડવીચમાં મુખ્ય ઇન્ગ્રીડિયન્સ તરીકે ક્યુલિલરી પાવડર (પેરીપેરી ટાઇપનો પાવડર), સ્વીટકોર્ન, કેપ્સિકમ, ગ્રીનચીલી, મોઝરેલા, ચેદાર ચીઝ કે જે લિક્વીડ ચીઝ છે અને હેલ્થ માટે સારું છે એ વાપરવામાં આવે છે. જેનાથી ટેસ્ટ ડિફરન્ટ બને છે
.મેક્સિકન સેન્ડવીચ
મેક્સિકન સેન્ડવિચમાં માયોનીઝ ચીઝ, કેપ્સિકમ, અને મોઝરેલા ચીઝ જ હોય છે પરંતુ આ કોમ્બિનેશનને કારણે આ સેન્ડવીચ લોકોમાં વધારે પ્રિય છે. આ કોમ્બિનેશનને કારણે સુરતીઓ અમને પસંદ કરે છે