તમે રોજ સવારે સૂર્યદેવની પૂજા કરવાથી ઘર પરિવારને ખુશીઓ મળશે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે તમે રોજ સવારે સૂર્ય ઉગતા સમયે જળ અર્પણ કરવું જોઇએ. બ્રહ્મપર્વ મુજબ સૂર્યપૂજા સાથે જોડાયેલી કેટલીક બાબતો જાણવા જેવી છે પરંપરાઓમાં પંચદેવોની વાત કરવામાં આવી છે.
જેની દરરોજ પૂજા કરવી જોઈએ. આ પંચદેવ શ્રીગણેશ, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્ય દેવ છે. સૂર્યદેવ એક માત્ર દૃશ્યમાન દેવતા કહેવામાં આવે છે.
જે લોકો સવારે ઉઠીને સૂર્ય દેવ ને જળ ચડાવે છે તો તમારી બધી મનોકામના પુરી થશે. બ્રહ્મપર્વના સૌરધર્મમાં સદાચરણ અધ્યાય મુજબ જે લોકો સૂર્ય ભગવાનને જળ ચઢાવે છે.
તેમણે સૂર્યોદય પહેલાં ઊઠી જવું જોઇએ. વૈદિકકાળથી સૂર્ય દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સૂર્યએ બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ છે. સૂર્ય દ્વારા જ પૃથ્વી ઉપર જીવન ટકી રહ્યું છે. તેથી સૂર્યની પૂજા કરવી અનિવાર્ય છે. ઘણા લોકો સૂર્યને જળ અર્પણ કરીને તેની પૂજા કરતા હોય છે.
કારણકે સૂર્યદેવતાને જળ ચડાવીને તેની ઉપાસના કરવી એ એક શુભ કાર્ય માનવામાં આવે છે. પરંતુ જો આ વિધિ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનું શુભ ફળ મળી શકે છે.
જેની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં ન હોય તેમણે દરરોજ સૂર્યને જળ ચઢાવવું જોઇએ. તેનાથી સૂર્યનો દોષ દૂર થઈ શકે છે. આજે આપણે આ લેખ દ્વારા સૂર્યદેવતા ને જળ ચઢાવવાની સાચી વિધિ વિશે જાણીશું. આ ઉપરાંત આજે આપણે સૂર્યદેવતાને ચઢાવવામાં આવતા જનમમાં શું નાખવાથી ફાયદો થશે તેના વિશે પણ વાત કરીશું.
તમે જણાવી દઈએ કે જળની અંદર આ એક વસ્તુ નાખવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત સૂર્ય ની કૃપાદ્રષ્ટિ ના કારણે ઘરની અંદર ધનપ્રાપ્તિ બની રહે છે. આ વસ્તુ નું નિયમિત રીતે પાલન કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સબળ બને છે.સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે.
સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરરોજ સવારે સૂર્યોદય સમયે જળ અર્પણ કરવું જોઇએ. જળમાં નાખવામાં આવતી વસ્તુ વિશે વાત કરતા પહેલા તમે જણાવી દઈએ કે તમારે સૂર્યને એ સમયે જળ ચઢાવવું જોઈએ કે જ્યારે સૂર્ય ઉગતો હોય. એટલેકે ઉગતા સૂર્યને જળ ચડાવવું શુભ માનવામાં આવે છે. આ માટે સૌ પ્રથમ તમારે સ્નાન કરીને તાંબાના લોટા ની અંદર શુદ્ધ અને પવિત્ર જળ ભરવાનું રહેશે.
તેની અંદર થોડા ફૂલો પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે તેની અંદર એક ખાસ વસ્તુ ઉમેરીશું જે તમને ધનવાન બનતા રોકી નહી શકે. ઘરની બહાર ક્યાંક જતી વખતે ભગવાન સૂર્યને પ્રણામ અવશ્ય કરવું. રસ્તામાં ક્યાંય પણ સૂર્યદેવનું મંદિર દેખાય તો શિખર દર્શન અને પ્રણામ કરવાં જોઇએ.
આપણે જે ખાસ વસ્તુની વાત કરી રહ્યા છીએ તે છે મિસરી, એટલે કે સાકર. સૌપ્રથમ તમારે સૂર્ય ઉગતા પહેલા સૂર્યની સમક્ષ આસન લગાવીને બેસી જવાનું રહેશે.
ત્યારબાદ તમારે મંત્ર ચાર કરીને ધીમે-ધીમે જળ અર્પિત કરવાનું છે. તમારે જળ એવી રીતે અર્પિત કરવાનું છે કે જેથી તેની ધાર તમારા આસન ઉપર પડે. જો તેની ધાર જમીન ઉપર પડશે.
તો સૂર્યની દરેક શક્તિ જમીનમાં વહી જશે. તમારે “ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા” મંત્ર ત્રણ વખત બોલવાનો છે.
આ પછી તમારી બધી મનોકામના પુરી થશે અને તમને ખુશીઓ મળશે જેથી ઘર પરિવારમાં શાંતિ બની રહેશે.જો વરસાદના દિવસોમાં વાદળોના કારણે સૂર્ય ન દેખાય.
તો પૂર્વ દિશા તરફ મોઢું કરીને સૂર્યદેવનું ધ્યાન કરો અને જળ ચઢાવો.રસ્તામાં ક્યાંય પણ સૂર્યદેવનું મંદિર દેખાય તો શિખર દર્શન અને પ્રણામ કરવાં જોઇએ. આટલું કર્યા બાદ તમારે લોટામાં રહેલું પાણી આંગળીઓની મદદથી ચારે દિશામાં છંટકાવ કરવાનો છે. ત્યારબાદ ત્રણ વખત તમારા આસન ની પ્રદક્ષિણા કરવાની છે.
ત્યારબાદ આસન ઉપાડીને તે જગ્યા ને નમન કરવાનું રહેશે. મિત્રો આપણે જળની અંદર મિસરી ઉમેરી હતી. કારણ કે સૂર્ય ને મીઠું મીસરી વાળુ જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.
આ ઉપરાંત મીઠું જળ ચઢાવવાથી જન્મકુંડળીમાં રહેલા મંગળના દોષો પણ દૂર થાય છે. નિયમિત રીતે આવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. સૂર્ય ભગવાનની કૃપાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે. સવારે વહેલાં ઊઠીને જળ ચઢાવવાથી ત્વચાની ચમક વધે છે.
જો તમે સવારે ઉગતા સૂર્ય માંથી નીકળતા નારંગી રંગના કિરણો ને જળ ચડાવતી વખતે ધારામાંથી જોવામાં આવે તો તમારા આંખોની રોશની પણ વધે છે. આ રીતે નિયમિત સ્નાન કરીને નિયમિત રીતે મીસરી વાળો જળ સુર્યને ચઢાવવાથી તમારા જીવનમાં આવી પડેલા દરેક સંકટો દૂર થાય છે.
સૂર્ય દેવતા ના આશીર્વાદથી તમારા કષ્ટ નાશ થાય છે. સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ. સૂર્ય માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ. જળ ચઢાવતી વખતે સૂર્ય મંત્ર, ૐ સૂર્યાય નમ: ૐ આદિત્યાય નમ: ૐ ભાસ્કરાય નમ વગેરે મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ.