રાશિફળ 19 ઓક્ટોમબર: સૂર્ય પહોચ્યા તુલામાં, જુઓ દિવસ કેવો પસાર થશે તમારો

આજે સૂર્યની રાશિ પરિવર્તન થઈ છે અને તેઓ શુક્ર અને બુધમાંની સાથે આવીને તુલા રાશિમાં મળ્યા છે. ચંદ્ર આ દિવસ અને રાત વૃષભમાં સંચાર કરશે. ગ્રહોની આ સ્થિતિમાં, જુઓ આજે શુક્રવારનો દિવસ કેવો પસાર થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે. ધન પ્રાપ્તિનો વિશેષ યોગ છે. વાણી ઉપર સંયમ બનાવીરાખો જેથી શુભ પરિણામો પ્રાપ્ત થતા રહે. આજે તમે શક્તિથી ભરપુર રહેશો. કાર્યમાં આજે તમને સફળતા થશે. કામનું દબાણ રહેશે, પરંતુ તમે સરળતાથી સ્થિતિને સંભાળી લેશો. ભાગ્ય આજે 80 ટકા સાથ આપશે.

વૃષભ રાશિ

જૂની સમસ્યાઓનો અંત આવશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને કામ કરવાનો ઉત્સાહ બની રહેશે. કાર્યક્ષેત્રમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. નસીબ આજે 92 ટકા સાથ આપશે.

મિથુન રાશિ

ખર્ચ અને દેવાં આજે તમારી ચિંતાનું કારણ બની શકે છે, તેથી વિચારપૂર્વક કાર્ય કરો, બિનજરૂરી ખર્ચથી બચો, કાર્યોમાં બાધા આવી શકે છે. આજે બીમાર લોકો માટે પણ સાવધ રહેવાનો દિવસ છે. આજે તમારી સમસ્યાઓ વધી શકે છે. ભાગ્ય આજે 58 ટકા સાથ આપશે.

કર્ક રાશિ

આજનો દિવસ મંગલમય રહશે. લાભના યોગ છે. કાર્યોમાં પૂર્ણતા રહેશે. જોખમી રોકાણમાં પણ લાભ થશે. દિવસનો સમય પરિવાર સાથે મોજ મસ્તીથી પસાર થશે. આજે બધા કામ સરળતાથી કરી શકશો. વ્યસ્તતા વધુ રહેશે, કામ પૂર્ણ થતાં મનમાં ખુશી થશે. ભાગ્ય આજે 85 ટકા સાથ આપશે.

સિંહ રાશિ

આજે દિવસભર કાર્યમાં વ્યસ્તતા રહેશે. માન, સન્માન અને યશમાં વધરો થશે, પૂજા-પાઠથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક કાર્યોમાં પણ પેહલાથી વધુ રસ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્રિત રહેશે. ખોરાક અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માંગલિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. ભાગ્ય આજે 75 ટકા સાથ આપશે.

કન્યા રાશિ

આધ્યાત્મિક સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. નસીબ આજે તમને સાથ કરવા માટે તત્પર છે. નવી તકો પ્રાપ્ત થશે. ઓછા કામથી જ તમને વધુ સફળતા પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં આજે કામનું દબાણ રહેશે, પરંતુ મન ખુશ રહેશે. ભાગ્ય આજે 78 ટકા સાથ આપશે.

તુલા રાશિ

આજે દુરની મુસાફરી ન કરો, વાહન કાળજીપૂર્વક ચલાવો. અજાણ્યાઓ લોકો પર વિશ્વાસ ન કરો નહીં તો સ્થિતિ ખરાબ પડી શકે છે. ધનના મામલામાં નિર્ણય વિચારીને લો. સ્વાસ્થ્ય પણ આજે નરમ-ગરમ ​​થઈ શકે છે. બીજા પર વિશ્વાસ ન કરો. રોકાણની બાબતમાં આજે કોઈ પણ નિર્ણય લેવો નહીં. ભાગ્ય આજે 50 ટકા સાથ આપશે.

વૃશ્ચિક રાશિ

જીવનસાથીનો સહયોગ મળશે. પ્રિય વ્યક્તિનો સહયોગ મળશે.શેરમાં રોકાણ કરી શકે છે, લાભ થશે. ભાઈ-બહેન સાથે સ્નેહમાં વધારો થશે. આજે સિતારા તમારા માટે અનુકૂળ છે. વિદ્યાર્થીઓને પણ આજે સફળતા મળે તેવી અપેક્ષા છે. નોકરી કરનારા લોકો અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. ભાગ્ય આજે 90 ટકા સાથ આપશે.

ધનુ રાશિ

ઉન્નતીદાયક દિવસ છે. અચાનક કોઈ સારા સમાચાર અથવા રોકાયેલા પૈસા પ્રાપ્ત થશે, શત્રુઓ પરાજિત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર આવશે. માન-સન્માન વધારો થશે. પ્રવાસના સંબંધમાં બહાર જવાનું થઈ શકે છે. સફળતા પણ મળશે. બુદ્ધિ અને હોશિયારીથી વ્યવસાયિક નિર્ણયો લો. ભાગ્ય આજે 85 ટકા સાથ આપશે.

મકર રાશિ

મનોરંજનના કાર્યમાં સમય વધુ પસાર થશે, બુધ્ધિ અને વિવેકથી કાર્ય કરો, સફળતા આજે તમારા પગલાંને ચુંબન કરશે. મહેનત ની પાછળ દોડશો નહીં. આજ સાંજે ઘરે મહેમાન આવી શકે છે. આતિથ્યમાં પૈસા ખર્ચ થશે, પરંતુ વાતાવરણ સારું અને આનંદમાં રહેશે. ભાગ્ય આજે 80 ટકા સાથ આપશે.

કુંભ રાશિ

વાદ-વિવાદમાં ન પડો નહીં તો વિરુદ્ધ પરિસ્થિતિ ઓનો સામનો કરવો પડી શકે છે, ગુસ્સો અને વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તે મનને બળતરા પણ આવી શકે છે. કારણો સર કોઈ જોડે નારાજ થઈ શકો છો, આજે તમારે ઘરની બહાર જવું જરૂરી ન હોય તો જશો નહીં. ભાગ્ય આજે 55 ટકા સાથ આપશે.

મીન રાશિ

આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વૃદ્ધિના કારણે સફળતા આજે તમને અવશ્ય પ્રાપ્ત થશે. મહેનતના પ્રમાણમાં અવશ્ય લાભ પ્રાપ્ત થશે. આજે કોઈ નવું કામ ચાલુ કરતા પહેલા મનમાં પ્રસન્નતા રહેશે. ભાઈ-બહેનોથી પણ સ્નેહ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ભાગ્ય આજે 85 ટકા સાથ આપશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top