BollywoodNews

સુશાંતસિંહ કેશમાં સૌથી મોટો વળાંક, પોલીસનાં હાથમાં આવ્યું વિચિત્ર કપડું, શુ કોઈ ખૂનીનું હશે? જાણો વિગતે

સુશાંતસિંહ કેશમાં નવો વળાંક આવ્યો છે આવો જાણીએ આ નવો વળાંક શુ છે.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા તેસમાં તપાસકર્તાઓએ જણાવ્યું કે, તેઓ એ કપડાની તપાસ કરશે જેનાથી સુશાંતે ફાંસો ખાધો હતો, જેથી જાણી શકાય કે એ કપડું અભિનેતાનું વજન ઉઠાવી શકવામાં સક્ષમ હતું કે નહીં. 14 જૂનએ જ્યારે પોલીસ સુશાંતના બાન્દ્રા સ્થિત ઘરે પહોંચી હતી ત્યાં સુધી સુશાંતનું શબ ઉતારી દેવામાં આવ્યું હતું.

શબને લટકતા પોલીસે જોયો નહોતો. તપાસકર્તાઓ મુજબ અભિનેતાએ પંખાથી લટકીને ફાંસો ખાવા માટે રાતે પહેરાતા લીલા રંગના સુતરાઉ ગાઉનનો ઉપયોગ કર્યો હતો.આ સિવાય સોમવારે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાન્દ્રા પોલીસે ભણસાલીને સમન્સ જારી કર્યું છે. તે સોમવારે તપાસમાં જોડાશે અને તે પછી જ તેમનું નિવેદન નોંધવામાં આવશે.તેમણે જણાવ્યું કે પોલીસ આ કેસમાં ઈન્ડસ્ટ્રીમાં હરીફાઇના પાસાની પણ તપાસ કરી રહી છે, જેથી અભિનેતાને ડિપ્રેશનમાં જવાનું કારણ શોધવા પ્રયાસ કરશે.

ભણસાલીએ રાજપૂતને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ ડેટ્સ ન હોવાને કારણે આ શક્ય બન્યું ન હતું, કારણ કે અભિનેતાએ એક મોટી ફિલ્મ નિર્માતા કંપની સાથે કરાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, સુશાંતે કયા સંજોગોમાં આત્મહત્યા જેવું પગલું ભર્યું તે સમજવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.

પોલીસે સુશાંતના પરિવારના સભ્યો, અભિનેત્રી રિયા ચક્રવર્તી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા, યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા અને અભિનેત્રી સંજના સંઘી સહિત 29 લોકોનાં નિવેદનો નોંધ્યા છે.એક તપાસકર્તાએ જણાવ્યું કે અભિનેતાના આંતરડા સિવાય પોલીસે તેનો ગ્રીન ગાઉન જેનાથી તેણે ફાંસો ખાધો હતો તેને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે.

અંતિમ ફોરેન્સિક રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. તેમણે કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે ફોરેન્સિક નિષ્ણાતો અભિનેતાના ગળાની આસપાસના નિશાનની તપાસ કરશે અને ગાઉન સુશાંતનો ભાર ખમી શકે એવો હતો કે નહીં તેની તપાસ થશે.અગાવ પણ પોલીસ ને તપાસમાં એવી વસ્તુ મળી હતી જેના કારણે પોલીસ ને આ મર્ડર લાગતું હતું.

સુશાંતસિંહ ને લઈને એક ખુબજ ચોંકાવનારો ખુલાસો થયો છે તપાસ માં પોલીસ નાં હાથે બીજો સબૂત આવ્યો છે આવો જાણીએ તેનાં વિશે.એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યાની તપાસ માટે પોલીસ કમર કસી રહી છે અને 3 ટીમો બનાવી છે. રોજ કંઈક અને કંઈન નવા ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પોલીસ ફરી પૂછપરછ કરી શકે છે.

હવે બીજો એક ઘટસ્ફોટ થયો છે.હાલમાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સુશાંતના હાથમાંથી જે પણ ફિલ્મો ગઈ એ એક ખાસ અભિનેતાને જ મળી.એક ટીવી ચેનલના રિપોર્ટ પ્રમાણે એક ટીમ બોલિવૂડના એક હિરોની તપાસમાં લાગેલી છે.આગામી દિવસોમાં પોલીસ સલમાન ખાન, શેખર કપૂર, આદિત્ય ચોપરા, મુકેશ ભટ્ટ અને કરણ જોહર તથા કંગનાની પૂછપરછ કરે તેવી શક્યતા છે.એક ટીવી ચેનલના રિપોર્ટ પ્રમાણે એક ટીમ બોલિવૂડની એક એકટરની જ તપાસમાં છે.

તેમજ પોલીસ એ જાણવા માંગે છે કે, સુશાંતને જે ફિલ્મો મળવાની હતી તે એક ખાસ અભિનેતાને જ કેમ આપવામાં આવી.તો વળી આ તરફ બીજી ટીમ સુશાંતના મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકોની પૂછપરછ કરી રહી છે.જ્યારે પોલીસની અન્ય એક ટીમ સુશાંતના ડિપ્રેશન પાછળના કારણો શોધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધ્યા છે.

હવે એવા રિપોર્ટ છે કે પોલીસ આદિત્ય ચોપરા, સંજલ લીલા ભણસાલી શેખર કપૂર અને મુકેશ ભટ્ટની પણ પૂછપરછ કરી શકે છે.અગાવ પોલીસ એ પૂછપરછ કરી હતી.જેમાં ખાસ કરીને યશરાજ ફિલ્મ્સ સાથે નોટીસ પણ મંગાવી હતી.આવો જાણીએ તે અંગે વધુ માહિતી.

મુંબઈ પોલીસ હવે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ વ્યાવસાયિક દુશ્મનાવટથી પણ તાપસ કરી રહી છે. આ માટે તેણે સુશાંત સિંહ સાથે યશરાજ ફિલ્મ્સ સાથેના કરારની નકલ માંગી છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયાને મુંબઈના મલાડના માલવાણી વિસ્તારમાં એક બિલ્ડિંગના 14 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.

દિશા સલિયાને માલવાણીના જન કલ્યાણ નગરમાં બિલ્ડિંગના ફ્લેટ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ મુંબઇ પોલીસ તેમના મોતનું ચોક્કસ કારણ શોધવા પ્રયત્નશીલ છે.જો કે તેમની પ્રોવીઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે.

જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમનું મોત ફાંસીના કારણે ગૂંગળામણથી થયું હતું. હવે મુંબઈ પોલીસ તેની આત્મહત્યાના કારણો શોધી રહી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ મુંબઈ પોલીસને તેમના મૃત્યુનાં પ્રોફેશનલ કારણો શોધવા માટેનો આદેશ પણ આપ્યો છે.

આ પછી, મુંબઈ પોલીસે બોલીવુડની સૌથી મોટી પ્રોડક્શન કંપનીમાંથી એક યશરાજ ફિલ્મ્સને એક પત્ર લખ્યો છે જેમાં સુશાંતસિંહ રાજપૂત સાથે સાઈન થયેલ કોન્ટ્રાક્ટની નકલ માંગી છે. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તપાસ ટીમ એ જાણવા માંગ છે કે સુશાંત સિંહ રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથે કેટલો કોન્ટ્રાકટ હતો અને સુશાંતે તેની સાથે કેટલી ફિલ્મો કરી હતી. સુશાંતસિંહે યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શન સાથે બે ફિલ્મો કરી હતી.

મુંબઈ પોલીસે ગુરુવારે સુશાંત સિંહના પીઆર મેનેજર રાધિકા નિહલાની અને પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીના નિવેદનો રેકોર્ડ કર્યા છે. અધિકારીએ કહ્યું કે શ્રુતિ મોદીએ આ વર્ષે જુલાઈ 2019 થી ફેબ્રુઆરીની વચ્ચે રાજપૂત સાથે કામ કર્યું હતું. શ્રુતિ મોદીએ બ્રાન્ડા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે રાજપૂત એક કંપની રજીસ્ટર કરવાના છે. આ કંપનીનું નામ નેશન ઈન્ડિયા ફોર વર્લ્ડ રાખવામાં આવ્યું હતું, જે અંતર્ગત રાહત કાર્ય અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્ય કરવાના હતા.

શ્રુતિએ વધુમાં કહ્યું કે આ સિવાય તે બીજી કંપની ખોલવા માંગતી હતી, જે વર્ચુઅલ રિયાલિટી કન્ટેન્ટ પર કામ કરતી હતી. કંપનીનું નામ આબેહૂબ રેજ રિયાલિસ્ટિક હતું. ફિલ્મ સિવાય તેમને પાસે ઘણા પ્રકારના કામ કરવાના આઇડિયા હતા.પોલીસે સુશાંતના મિત્રો, વ્યાવસાયિક પરિચિતો, સાથીદારો, કર્મચારીઓ અને અન્યના નિવેદનો લીધા હતા, જેના આધારે અન્ય ઘણાં પ્રોડક્શન હાઉસ પણ તપાસ કરી રહ્યા છે.

રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક નિવેદનમાં કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરશે.અન્ય એક અધિકારીએ કહ્યું કે સુશાંતની મિત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગુરુવારે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સુશાંતે યશ રાજ ફિલ્મ્સ સાથેનો કરાર પૂરો કર્યો હતો.

એવુ કહેવાય છે કે, સંજય લીલા ભણસાલી રામલીલામાં સુશાંતને લેવા માંગતા હતા પણ બીજા પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતનો કોન્ટ્રાક્ટ હોવાથી આ ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. બાજીરાવ મસ્તાની માટે પણ સુશાંત ભણસાલીની પહેલી પસંદ હતો.

પોલીસનુ કહેવુ છે કે, એક ખાસ એક્ટરને જ તમામ ફિલ્મો મળી હતી અને તે સુપરહીટ સાબિત થઈ હતી. આ એક્ટરનો પણ એ જ પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટ્રાક્ટ હતો. આમ છતા આ પ્રોડક્શન હાઉસે આ એક્ટરને બીજા નિર્માતાની ફિલ્મો કરવા મંજૂરી આપી હતી પણ સુશાંતને આવી પરવાનગી આપી નહોતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker