Bollywood

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું આ ગીત જે આજદિવસ સુધી રીલીઝ થયું નથી

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. એવામાં સુશાંતનાં ચાહકો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરીને તેની થ્રોબેક તસ્વીરો અને વીડિયોઝને પોસ્ટ કરી રહ્યાં છે. સુશાંત સિંહ ગત વર્ષે 14 જૂનનાં મુંબઇમાં આવેલ તેમના ઘરે ફાંસી ખાઈ લીધી હતી. આ દરમિયાન સુશાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તે સોન્ગનો છે જે ક્યારેય રિલીઝ કરવામાં આવ્યું નથી.

આ ગીતમાં સુશાંતની સાથે અભિનેત્રી અંકિતા લોખંડે પણ જોવા મળી રહી છે. આ ગીત ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ નું રહેલું છે. જે ક્યારેય રિલીઝ કરાયું નથી. આ ગીતનું નામ ‘જૈસી હો વૈસી રહો’ છે. સોશિયલ મીડિયા પર હવે સુશાંતનાં આ સોન્ગનો વીડિયો ખુબ જ વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેનાં પર કમેન્ટ્સ અને લાઈક કરીને લોકો સુશાંત સિંહને યાદ કરી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ અને અંકિતા લોખંડે તેમનાં ટીવી શો ‘પવિત્ર રિશ્તા’થી ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયા હતાં. સીરીયલની માનવ અને અર્ચનાની જોડી સૌ કોઇ પસંદ કરી હતી. એકતા કપૂરનો આ શો સૌથી સફળ ટીવી શોમાંથી એક રહ્યો છે. તેની કેમેસ્ટ્રી હજુ સુધી લોકોનાં દિલો દિમાગ પર છવાયેલી જોવા મળે છે. શોમાં માનવનાં રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સીરીયલની ફેન ફોલોઇંગ ખૂબ વધી ગઇ હતી. અંકિતાની સાથે તેની કેમેસ્ટ્રીએ પણ શોને સફળતા અપાવી દીધી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker